Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
* શ્રી હિતોપદેશમાળા
सव्वन्नुपणीएसुं तत्तेसु रुई हविज्ज सम्मत्त । मिच्छत्तहेउविरहा, सुहायपरिणामरुव ते ।।१५।। धम्मदुमस्स मूलं, सम्मत्तं सुगइनयरवरदार । अयसुदढपइट्ठाण, जिणपवयणजाणवत्तस्स ।।१६।। विणयाइगुणगणाण, आहारो उव्वरव्व ससाणं । अमयस्स भायणं नाणचरणरयणाण किंच निही ॥१७।। पम्हुसइ मुक्खमग्गं, तावच्चिय निबिडमोहतिमिरोहो । सम्मत्तचित्तभाणू, न जा पयत्थे पयासेइ ॥१८॥ विच्छिन्नो वि हु तिन्नो, भवन्नवो गोपयं व नणु तेहिं । आरूढा दढबंधे, जे दंसणजाणवत्तम्मि ॥१९।।
સમ્યકત્વ :
સર્વજ્ઞ ભગવન્તોએ પ્રરૂપેલાં તમાં રૂચી એ સમ્યકત્વ કહેવાય છે અને સમ્યક્ત્વ, મિથ્યાત્વરૂપ હેતુનો અભાવ થવાના કારણે પ્રાપ્ત થયેલ શુભ પરિણામ રૂપ છે. ૧૫
સમ્યક્ત્વ એ ધર્મવૃક્ષનું મૂળ છે, સદ્દગનિરૂપ નગરનું શ્રેષ્ઠ દ્વાર છે અને જિનપ્રવચન રૂપી યાનપાત્ર (જહાજોનો અત્યન્ત મજબુત આધાર સ્તંભ છે. ૧૬.
ધાન્યને આધાર જેમ પૃથ્વી છે; એમ વિનયાદિગુણ-સમુદાયને આધાર સમ્યકત્વ છે, તેમજ સમ્યકત્વ અમૃતનું ભાજન (મોક્ષનું સાધન) છે અને જ્ઞાન તથા ચારિત્ર રૂપ રત્નોનો ભંડાર છે. ૧૭.
ગાઢ મેહ રૂપી અંધકારને સમુહ ત્યાં સુધી જ મોક્ષમાર્ગને નાશ કરી શકે છે કે જ્યાં સુધી સમ્યક્ત્વરૂપી સૂર્ય જીવાદિ પદાર્થોને પ્રકાશિત કરતો નથી. ૧૮.
મજબુત અને છિદ્ર વગરના સમ્યગદર્શન રૂપી યાનપાત્ર (જહાજ) માં જેઓ બેસી ગયા, તેઓ ખરેખર વિશાળ એવા પણ ભવસમુદ્રને એક ખાબોચીયાની માફક તરી ગયા છે. ૧૯. . •