Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
- ૧૦
શ્રી હિતોપદેશમાળા
हिसच्चिय नणु न घडइ, अणाइनिहणस्स ताव जीवस्स । तयभावे कह णु दया ?, गामाभावे जहा सीमा ॥४७॥ सचे न घडइ हिंसा, अणाइनिहणस्स सोम! जीवस्स । हिंसासदत्थं पुण, न याणसि तेणिम भणसि ॥४८॥ पाणा संति इमस्सत्ति, तेण पाणित्ति वुच्चई जीवो । पाणे उण दससंखे, आगमभणिए इमे मुणसु ॥१९॥ पंचिंदियाणि मण-वयण-काय बल-माणपाणमाउं च ।
ए ए दसहा पाणा, पन्नत्ता जिणवरिंदेहि ॥५०॥ .जहसंभवं इमे पुण, जीवेण समं भवंति संघडिया ।
आउट्टिप्पभिईहिं, एआण विओयणं हिसा ॥५१॥ પ્રશ્ન-જીવ (આત્મા) અનાદિ અનંત (સ્થિતિ વાળ) છે એથી એની હિંસા જ ઘટી શકતી નથી. જે હિંસા જ ન ઘટે તો હિંસાના પરિહાર સ્વરૂપ દયા પણું શી રીતે ઘટી શકે ? “ગામ જ ન હોય તો પછી સીમાડે ક્યાંથી હોય? ૪૭
ઉત્તર :- હે સૌમ્ય ! હિંસા શબ્દના અર્થને તું જાણતો નથી માટે તે આ પ્રમાણે બોલે છે કે-“અનાદિ અનંતકાલીન જીવની સર્વથા હિંસા ઘટતી નથી.” ૪૮
હિંસા શબ્દનો અર્થ આ પ્રમાણે છે :
પ્રાણ જેને હોય તે જીવ પ્રાણી કહેવાય છે. અને તે પ્રાણ આગમ શાસ્ત્રમાં દેશની સંખ્યામાં કહેલાં છે. ૪૯
તે આ પ્રમાણે
પાંચ ઇન્દ્રિય-મનબળ-વચનબળ-કાચબળ-શ્વાસોશ્વાસ અને આયુષ્ય આ દશ પ્રાણ જિનેશ્વરભગવન્તોએ પ્રરૂપ્યા છે. ૫૦ - જે જીવને જેટલા પ્રાણની સંભાવના હોય, તેટલા પ્રાણ ની સાથે જોડાય છે. એ પ્રાણોને જીથી આકુટ્ટીકા-દપ –અને કલ્પાદિ વડે જુદા પાડવા તે હિંસા કહેવાય છે. ૫૧