Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
सिरि हिओवपसमाला
इय दंसणमूलाई, बारस वि वयाई सुगुरुपयमूले । गिह्रिय परिपालंता, नियमा सुस्सावगा हुंति ॥४४३॥ एयाण निरइयाराण, सुदिड्ढसम्मत्तमूलपेढाणं । परिपालगंमि दिट्ठो, दिद्रुतो चेडगनरिंदो ॥४४४॥ मिच्छट्ठिी सुरासुर-नरवइपमुहेहिं पाणहरणे वि । खोभेउ न समत्था, निग्गंथाओ पवयणाओ ॥४४५॥ पज्जुसणे चउम्मासे, पव्वदिणद्वाहियासु सविसेसं । जिणपूयाइ पयट्टा, विसिट्टतवबंभचेरड्ढा ॥४४६॥ મત્સર :-સાધુ કોઈ વસ્તુની માગણી કરે ત્યારે તેમના પર મત્સર= અરૂચી કરવી અથવા સાધુની માગણીથી સામાન્ય સ્થિતિવાળાને વહેરાવતા જોઈને, શું આ ગરીબથી પણ હું હલકું છું? એમ વહોરાવનાર ઉપર માત્સર્ચ કરી વહોરાવવું, તેને મત્સર કહેવાય-૫ બારમા વ્રતના આ પાંચેય અતિચારો છે, માટે અતિથિ-સંવિભાગ વતવાળા શ્રાવકે આ અતિચારેને ત્યાગ કરવો જોઈએ. ૪૪૨
સમ્યગદર્શન સહિત આ બારેય વ્રતો સદ્દગુરૂ પાસે ગ્રહણ કરીને પાલન કરનાર માણસે નિયમા સુશ્રાવક બને છે. ૪૪૩
સુદઢ સમ્યક્ત્વ રૂપી પાયાવાળાં, આ વ્રતનું અતિચાર રહિતપણે પાલન કરવાના વિષયમાં શ્રી ચેડારાજા દષ્ટાન્ત રૂપ છે. ૪૪૪
જીવન-મરણને પ્રસંગે ઉપસ્થિત થાય તો પણ મિથ્યાદષ્ટિ સુરે, અસર અને રાજાઓ વગેરે તે સુશ્રાવકને નિન્ય પ્રવચન=અરિહંત પરમાત્માના શાસનથી ચલાયમાન કરવા સમર્થ બની શકતા નથી. ૪૪૫
પષણમહાપર્વમાં, સાંવત્સરિક પર્વમાં, માસી પર્વમાં-(કાતિક કાશન અને આષાઢી ચોમાસામાં) સવિશેષ જિનપૂજા કરે છે, વિશિષ્ટ પ્રકારના તપમાં પ્રવૃત્ત થાય છે અને બ્રહ્મચર્યનું પાલન કરે છે. ૪૪૬.