Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
दसणसुद्धिपगरण-सम्मत्तपगरणं
૧૧૯
अट्ठविहं पि य कम्मं, अरिभूयं होइ सव्वजीवाणं । तं कम्ममरि हता, अरिहंता तेण वुच्चंति ॥१२॥ अरहंति वंदण-णमंसणाई अरहंति पूयसक्कार । सिद्धिगमणं च अरहा, अरहंता तेण वुच्चं ति ॥१३॥ अच्चंत दडूढमि बीयंमि, न अंकुरो जहा होइ । दड्दमि कम्मबीए, न रुहइ भवअंकुरो वि तहा ॥१४॥ तं नमह तं पसंसह, तं झायह तस्स सरणमाल्लियह । मा किणह कणयमुल्लेण, पित्तलं इत्तियं भणिमो ॥१५॥ मेरुव्व समुत्तुंगं, हिमगिरिधवलं लसंतधवलधयं । भवणं कारेयव्वं, विहिणा सिरिवीयरायस्स ॥१६॥
આઠ પ્રકારના કર્મજ સર્વજીના શત્રુ છે. શ્રી તીર્થકરે તે કર્મ રૂપી શત્રુનો સંપૂર્ણ ક્ષય કરનાર છે; તેથી તેમને “અરિહંત' કહેવાય છે. ૧૨.
કર્મશત્રુના ક્ષયથી પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાનાદિ ગુણોના પ્રભાવથી શ્રી અરિહંત પરમાત્માઓ વંદન, નમસ્કાર, પૂજા અને સત્કાર માટે તથા સિદ્ધિપદ માટે યોગ્ય બનેલા છે, તેથી તેઓ “અરહંત” કહેવાય છે. ૧૩
જેમ સંપૂર્ણ રીતે બીજ બળી ગયું હોય તો તેમાંથી અંકુર પ્રગટ થતો નથી. તેમ દેવાધિદેવ શ્રી અરિહંત પ્રભુનું કર્મ બીજ સર્વથા બળી ગયેલું હોવાથી તેમને ભવરૂપી અંકુરો પ્રગટ થતો નથી, માટે તેઓ અહેત કહેવાય છે. ૧૪.
માટે હે ભવ્ય જીવ ! તે દેવાધિદેવને નમસ્કાર કરી, તે દેવાધિદેવની પ્રશંસા કરે, પિંડસ્થાદિ ધ્યાનના ભેદથી તે દેવાધિદેવનું ધ્યાન કરો, તે દેવાધિદેવનું જ શરણ સ્વીકારો. સેનાના મૂલ્ય પિત્તળને ન ખરીદે. અર્થાત્ સુવર્ણતુલ્ય નમસ્કારાદિ વડે પિત્તલ સમાન સરાગી દેવોને ન આરાધે. અમે તમને આટલું જ કહીએ છીએ. ૧૫
મેરૂ પર્વતની જેમ ઉત્તગ, હિમાલય પર્વત જેવું ઉજજવલ તથા તધ્વજાઓથી શોભતું એવું શ્રી વીતરાગદેવનું મંદિર વિધિપૂર્વક બનાવવું જોઈએ. ૧૬ 1 ક્યુરિતા. દે.. 2 મી. છે. | 3 –નશ્ચિદ દે. | .