Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
दसणसुद्धिपगरण-सम्मत्तंपगरण
૧૪૧ जम्हा न मोक्खमग्गे, मुचणं आगमं इह पमाणं । विज्जइ छउमत्थाणं, तम्हा तत्थेव जइयव्वं ॥१०५॥ गिहिलिंग-कुलिंगिय-दव्वलिंगिणो तिनि हुँति भवमग्गा। सुजइ-सुसावग-संविग्ग-पक्खिणो तिन्नि मोक्खपहा ॥१६॥ सम्मत्त-नाण-चरणा, मग्गो मोक्खस्स जिणवरुद्दिट्टो । विवरीओ उम्मग्गो, णायव्यों बुद्धिमंतेहिं ॥१०७॥ सन्नाणं वत्थुगओ, बोहो सइंसणं च तत्तरुई । सच्चरणमणुढ्ढाणं, विहिपडिसेहाणुगं तत्थ ॥१०८॥ जीव म-वहहु म आलियं जंपहु, म अप्पं अप्पहु कंदप्पहु ।
म हरहु म करहु परिग्गहु, एहु मग्गु सग्गहु अपवग्गहु ॥१०९॥ માર્ગને જ આચરવામાં આવે તે તીર્થને ઉછેદ થઈ જાય.” આ પ્રમાણે કેટલાક અજ્ઞાની પુરૂષોનો કદાગ્રહ છે. ૧૦૪
જેથી આ મોક્ષમાર્ગમાં આગમ સિવાય બીજુ કઈ પ્રમાણ છદ્મસ્થ પ્રાણીઓને જણાતું નથી, તેથી તે મોક્ષમાર્ગમાં જ પ્રયત્ન કર જોઈએ. ૧૦૫ | ગૃહસ્થલિંગ-ચરકાદિ કુલિંગ અને પાર્શ્વસ્થાદિ દ્રવ્યલિંગ આ ત્રણ સંસારમાર્ગ છે, સુસાધુ-સુશ્રાવક–અને સંવિગ્નપાક્ષિક આ ત્રણ મોક્ષમાર્ગ છે. ૧૦૬ ' '
બુદ્ધિમાન પુરૂષોએ સમજવું જોઈએ કે શ્રીજિનેશ્વર દેએ ઉપ દેશેલ સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યફ ચારિત્ર એ જ મુક્તિમાર્ગ છે, તથા મિથ્યાદર્શન મિથ્યાજ્ઞાન અને મિથ્યા ચારિત્ર એ ઉન્માર્ગ છે. ૧૦૭
જીવાદિ પદાર્થોના સ્વરૂપને જાણવું તે સમ્યગજ્ઞાન કહેવાય, શ્રીજિનેશ્વરદેવેએ પ્રરૂપેલ તમાં શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન કહેવાય અને વિધિ તથા પ્રતિષેધરૂપ શ્રીજિનાજ્ઞાને અનુસરનારા અનુષ્ઠાનને આચરવાં તે સમ્યફ ચારિત્ર કહેવાય. ૧૦૮
કઈ પણ જીવનો વધ ન કર, અસત્ય વચન ન બોલવું,