Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
૧૭૨
દશનશુદ્ધિ પ્રકરણસમ્યકતવ પ્રકરણ
समयावलिमुहुत्ता, दियहा पक्खा य मास वरिसा य । भणिओ पलिया-सागर, ओसप्पिणि-सप्पिणीकालो॥२३९॥ सुग्गइमग्गो पुण्ण, दुग्गइमग्गो च होइ पुण पावं । कम्मसुहा-सुहआसव, संवरणं तस्स जो नियमो ॥२४०॥ तव-संजमेहिं निज्जर, पाणिवहाईहि होइ बंधोत्ति । कम्माण सव्वविगमो, मुक्खो जिणसासणे भणिओ ॥२४१॥ जीवाइ नवपयत्थे, जो जाणइ तस्स होइ सम्मत्तं ।' भावेण सद्दहते, अयाणमाणेवि सम्मत्तं ॥२४२॥ दुविहं लोइयमिच्छं, देवगयं गुरुगयं मुणेयव्वं ।
लोउत्तरंपि दुविहं, देवगयं गुरुगयं चेव ॥२४३॥ કાળવિચાર:
“સમય, આવલી, મુહૂર્ત, દિવસ, પક્ષ, માસ, વર્ષ, પત્યે પમ, સાગરોપમ, ઉત્સર્પિણી અને અવસર્પિણી” આ સર્વ પ્રકાર કાળના છે. ૨૩૯ પુણ્ય-પાપ-આશ્રવ-સંવર વિચાર:
પુણ્ય એ સદ્દગતિને માગે છે, અને પાપ એ દુર્ગતિને માર્ગ છે. શુભાશુભ કર્મ એ આશ્રવ છે, અને આશ્રવને નિરોધ કરવો તે સંવર કહેવાય છે. ૨૪૦
, નિર-બંધ_મોક્ષ વિચાર : '
તપ અને સંયમથી નિર્જરા થાય છે અને પ્રાણિવધ આદિથી કર્મોને બંધ થાય છે. સર્વ કર્મોના વિનાશને જિનશાસનમાં મોક્ષ કહ્યો છે. ૨૪૧ સમ્યકત્વ વિચાર :- જે આત્મા છવાદિ નવ પદાર્થોને યથાર્થ રીતે જાણે છે, તેને સમ્યકત્વ પ્રાપ્ત થાય છે, તે પદાર્થોને, નહિ જાણનારે પણ જે જીવ તેની ભાવપૂર્વક શ્રદ્ધા કરે છે, તેને પણ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. ૨૪૨ મિથ્યાત્વ વિચાર :- મિથ્યાત્વ બે પ્રકારનાં છે. લૌકિક અને લોકોત્તર, આ બને મિથ્યાત્વના પણ બે પ્રકારે છે દેવવિષયક અને ગુરૂવિષયક. ૨૪૩ : ? | હતો દે.