Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
૧૭૮
દર્શનશુદ્ધિ પ્રકરણ-સેડફવ પ્રકરણ चंदादिपहवरसरि-पयनिवहपढमवन्नेहिं । जेसिं नाम तेहिं, परोवयारंमि निरए हिं ॥२६६॥ इंयं पायं पुव्वायरिय-रइय गाहाण संगहो एसो । विहिओ अणुग्गहत्थं, कुमग्गलग्गाण जीवाणं ।।२६७॥ जे मज्झत्था धम्म-त्थिणो य जेसिं च आगमे दिट्ठी। तेसिं उबयारकरो, एसो न उ संकिलिट्ठाण ॥२६८।। उवएसरयणकोसं, संदेहविसोसहिं च विउयजणा । अहवावि पंचरयणं, सणसुद्धिं इमं भणह ॥२६९॥ मिच्छमहण्णवतारण-तरियं आगमसमुद्दबिंदुसमं । कुग्गहग्गहमंतं, संदेहविसोस हिं परमं ॥२७०॥ एवं दसणसुद्धिं, सब्वे भव्वा पदंतु निसुणंतु । जाणंतु कुणंतु लहंतु, सिवसुहं सासयं झत्ति ॥२७१॥ युग्मम् ।
પરોપકાર કરવામાં પરાયણ તથા ચંદ્ર જેની આદિમાં છે તેવા પદેના સમુદાયથી જેઓશ્રીનું નામ બન્યું છે તેવા આચાર્ય શ્રી ચંદ્રપ્રભસૂરિએ ઉન્માર્ગમાં લીન થયેલા જીના ઉપકાર માટે આ ગ્રંથમાં લગભગ પૂર્વાચાર્યોએ રચેલી ગાથાઓનો સંગ્રહ કર્યો છે. ર૬૬-ર૬૭.
જે આત્માઓને જિનાગમ પ્રત્યે બહુમાન છે, જેઓ મધ્યસ્થ ભાવમાં રમણ કરે છે અને જેઓ શુભધર્મને અર્થી છે, તેઓને જ આ ગ્રંથ ઉપકાર કરવા સમર્થ બની શકશે પરંતુ રાગાદિથી કલુષિત ચિત્તવાળા આત્માઓને આ ગ્રંથ ઉપકારક બની શકે તેમ નથી. ૨૬૮
હે પંડિત પુરૂષે ! તમે આ ગ્રંથને “ઉપદેશ રત્નકેશ”, “સંદેહવિષષધિ”, “પંચરત્ન” અથવા દર્શનશુદ્ધિનામથી ઓળખી શકે છે. ર૬૯
. આ ગ્રંથ મિથ્યાત્વરૂપ મહાસાગરથી તારવા માટે પ્રવહણ સમાન છે આગમ સમુદ્રને એક બિંદુ જેવું છે, કદાગ્રહરૂપ ગ્રહને નાશ કરવા
માટે મંત્ર સમાન છે અને સંદેહ રૂ૫ વિષને દૂર કરવા માટે શ્રેષ્ઠ કષધ જેવું છે. ર૭૦
1 સઘળા ભવ્ય આત્માઓ આ “દર્શનશુદ્ધિ' ગ્રંથને ભણે-શ્રવણ કરો અને જાણ, જાણીને તે મુજબ ધર્માનુષ્ઠાનને કરો અને વહેલી તકે શાશ્વત એવા શિવસુખને પ્રાપ્ત કરે. એવી શુભાભિલાષા. ર૭૧
1 ટૂંસળસોહિં. દે. 2 વિવસ . |