Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
सणसुद्धिपगरण-सम्मत्तपगरण
૧૫૭
जा संयमया जीवेसु, ताव मूला य उत्तरगुणा य । इत्तरिय छेयसंजमो, निग्गंथ बउसा य पडिसेवी ॥१७४॥ सव्वजिणाणं णिच्चं, बकुसकुसीलेहि वट्टए तित्थं । नवरं कसायकुसीला, अपमत्तजइवि सत्तेण ॥१७५।। गुरुगुणरहिओ य इहं, दट्टव्यो मूलगुणविउत्तो जो । न उ गुणमित्तविहीण-त्ति चंडरुद्दो उदाहरणं ॥१७६।। कालाइदोसओ जइवि, कह वि दीसंति तारिसा न जइ ।
सव्वत्थ तहवि नत्थित्ति, नेव कुज्जा अणासासं ॥१७७॥ સાધુઓ હોતા નથી. જ્યાં સુધી પકાયનો સંયમ હોય છે, ત્યાં સુધી તીર્થ અને નિગ્રંથ, એ બન્નેનો પરસ્પર સંબંધ ટકે છે. ૧૭૩
- જ્યાં સુધી પૃથ્વી આદિજીનું સંયમ-રક્ષણ કરવાને પરિણામ હોય છે, ત્યાં સુધી જ મૂલગુણો અને ઉત્તરગુણ રહે છે તથા જ્યાં સુધી સામાયિક અને છેદપસ્થાપનીય આ બે સંયમ હોય છે, ત્યાં સુધી તે દ્વિવિધ સંયમના સાધક બકુશચારિત્રી અને પ્રતિસેવનકુશીલ ચારિત્રી મહાત્માઓ હોય છે. ૧૭૪ - બકુશ અને કુશીલ સાધુએથી જ સર્વ જિનેશ્વરદેવેનું તીર્થ ટકે છે, કેવળ વિશેષતા એટલી છે કે અપ્રમત્તયતિઓ (સાતમે ગુણઠાણે રહેલા સાધુઓ) ક્રોધાદિ કષાયની સત્તાથી જ કષાયકુશીલ કહેવાય છે. બીજી કુશીલતા તેઓમાં હોતી નથી. ૧૭૫ .
. . . જે સાધુ મૂલગુણ વિનાનો હોય, તેને જ ગુરૂના ગુણોથી રહિત જાણ, પણ જે યતિ એકાદ ગુણમાત્રથી રહિત હોય, તેને તો ગુરૂના ગુણોથી યુક્ત જ સમજ. સર્વથા ગુણહીન સાધુમાં તો શ્રી ચંડરુદ્રાચાર્ય દૃષ્ટાન્તભૂત છે. ૧૭૬
વળી આ દુષમ કાળાદિના દોષથી કઈ સ્થાનમાં સુગુણશાળી સાધુઓ ન દેખાય, તેટલા માત્રથી “સર્વત્ર સાધુઓ નથી તે અવિશ્વાસ કરે નહિં. ૧૭૭, 1 સર્લિ જિ નિળાખ છે.
'