Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
૧૪૨
-
દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યક્ત્વ પ્રકરણ
~
पूया जिणिदेसु रई वएसु, जत्तो य सामाइय पोसहेसु । दाणं सुपत्ते सवण सुतित्थे, सुसाहुसेवा सिक्लोयमग्गा ॥११०॥ रागोरगगरलभरो, तरलइ चित्तं तावइ दोसग्गी । कुणइ कुमग्गपवित्ति, महामईणपि हा मोहो ! ॥१११॥ अन्नाणधा मिच्छत्त-मोहिया कुग्गहुग्गगहगहिया ।
मग्गं न नियंति न सद्दहति चेट्ठति न य उचियं ॥११२॥ નહિ આપેલી અન્યની વસ્તુ ગ્રહણ ન કરવી, કામચેષ્ટા ન આચરવી, ન અને પરિગ્રહ ન રાખો , આ માર્ગ, સ્વર્ગ અને અપવર્ગ (મોક્ષ)નો છે. ૧૦૯
શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવી, વ્રત વગેરે અનુષ્ઠાનમાં અનુરાગ કરે, સામાયિક અને પૌષધ અનુષ્ઠાનમાં પ્રયત્ન કરે, સુપાત્રમાં આહાર આદિનું દાન કરવું, સુગુરૂ પાસે ધર્મદેશનાનું શ્રવણ કરવું અને સુસાધુની સેવા કરવી” આ સર્વે અનુષ્ઠાનો મેક્ષ નગરના માર્ગ રૂપ છે. ૧૧૦ આંતરશત્રુની વિષમતા
. રાગરૂપી સાપનું ઉત્કટ વિષ મહાબુદ્ધિશાળી મનને પણ આકુળવ્યાકુળ બનાવે છે, દ્વેષરૂપી અગ્નિ પંડિત પુરૂષના ચિત્તને પણ તપાવે છે, અને મેહરૂપી મહાશત્રુ મહામતિવાળા આત્માઓને પણ કુમાર્ગમાં પ્રવૃત્તિ કરાવે છે. ૧૧૧
અજ્ઞાનથી અંધ બનેલા, મિથ્યાત્વના ઉદયથી ભ્રમિત થયેલા, તથા કદાગ્રહના પ્રચંડ ગ્રહથી ગ્રસ્ત થયેલા છે, સ્વયં સન્માર્ગને જોતા નથી, બીજાએ બતાવેલા સન્માગની શ્રદ્ધા કરતા નથી અને ઉચિત પ્રવૃત્તિને આચરતા નથી. ૧૧૨
શ્રાવકની ભાવના :
રાગ, દ્વેષ, અજ્ઞાન, કદાગ્રહ વગેરેને પરવશ પડેલા જીનું સ્વરૂપ દર્શાવ્યા બાદ જે છાના મિથ્યાત્વને નાશ થયે હેય અને યથાશક્તિ દેશવિરતિનું પાલન કરતા હોય તેવા આત્માઓ સર્વવિરતિ પામવા માટે જે જે મનેર કરે છે તે દર્શાવે છે. 1 કુત્તો. મુ. છે !