Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
૧૨૪
દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યક્ત્વ પ્રકરણ
3
४
૫
तिन्नि निसीहि तिन्नि य, पयाहिण । तिन्नि चैव य पणामा । તિવિજ્ઞા પૂરા ય તદ્દા, અવસ્થતિયમાવાં જેવ ।। तिदिसिनिरिक्खणविरई, तिविहं भूमिपमज्जणं चैव । वण्णाइतियं मुद्दा - तियं च तिविहं च पणिहाणं ॥ ३५ ॥ इय दहतियसंजुत्तं वंदणयं जो जिणाण तिकालं । कुणइ नरो उवउत्तो, सा पावइ सासयं ठाणं ॥ ३६ ॥ દશત્રિકનું' નિરૂપણ
૧. નિસીહિત્રિક :- જિનમદિરના મુખ્યદ્વારમાં પ્રવેશતાં, જિનમૉંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતાં, અને ચૈત્યવંદનના પ્રારંભમાં, એમ ત્રણ વાર નિસીહિ ખેલવી તેને નિસીહિત્રિક કહેવાય,
૨. પ્રદક્ષિણાત્રિક :- પ્રભુપ્રતિમાને દક્ષિણ હાથથી ત્રણ પ્રદક્ષિણા આપવી તે.
:
૩. પ્રણામત્રિક :– ભૂમિને મસ્તકના સ્પર્શ કરવા સ્વરૂપ ત્રણવાર અરિહંતદેવને નમન કરવું તે પ્રણામત્રિક છે.
૪. પૂજાત્રિક :- અંગપૂજા, અગ્રપૂજા અને સ્તુતિપૂજા (ભાવપૂજા) આ પ્રમાણે ત્રણ પ્રકારની પૂજા કરવી.
૫. અવસ્થાત્રિક :– પિંડસ્થ, પદસ્થ, અને રૂપાતીત એ રીતે શ્રી જિનેશ્વરદેવની ત્રણ અવસ્થાની ભાવના કરવી તે ૩૪
૬. (દિશિ નિરીક્ષણ વિરતિ :- પૂજા કરતી વખતે ઉદિશા, અધાદિશા અને તિર્થ્ય દિશામાં ન જોવુ અને માત્ર જિનબિંબની સામે જ જોવુ જોઈ એ તે.
૭. પ્રમાજનાત્રિક :–જે સ્થાનમાં દશ ન કે ચૈત્યવંદન કરવાનુ હોય, તે ભૂમિને રજોહરણ કે ચરવલાદિવડે ત્રણવાર પુ જવી, તેને પ્રમા નાત્રિક કહેવાય.
૮. વત્રિક :- વર્ણ, અર્થ, અને આલંબન.
=
૯. મુદ્દાત્રિક :– મુક્તાસુક્તિમુદ્રા, યાગમુદ્રા, અને જિનમુદ્રા, ચૈત્યવંદનમાં આ ત્રણે મુદ્રાનુ પાલન કરવુ જોઈ એ.
૧૦. પ્રણિધાનત્રિક :-ચૈત્યવંદનમાં મન, વચન, અને કાયાની એકાગ્રતા રાખવી. ૩૫
આ પ્રમાણે દશત્રિકનું વિધિ સહિત પાલન કરવામાં ઉપયાગવાળા અનેલા જે પુરૂષ ત્રિકાળ ચૈત્યવંદન કરે છે, તે શાશ્વત પદને પામે છે. ૩૬