Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
૧૫
सिरि हिओवपसमाला
वरमन्नाणी वि मुणी, कट्ठाणुट्ठाणविरहिओ वावि । नाण-किरियारओ वि हु, अजहत्थ-परूवगो न वरं ॥४७२॥ नाण-किरियासु सिढिला, अप्पाणं चिय भवंमि पाडंति । वितहापरूवगा पुण, अणंतसत्ते भमाडिति ॥४७३॥ તદ્દા સરપ, કા તવ નરપરા – શું ! अजहत्थभासणं पुण, चइज्ज जत्तेण जं भणियं ॥४७४॥ "उस्सुत्तभासगाणं, बोहीनासो अणंतसंसारो । पाणच्चाएवि धीरा, तम्हा न वयंति उस्सुत्त" ॥४७५॥ उग्गम-उपायण-दुविह-एसणा-सुद्धमन्न वत्थाई । कारणजाए जइणो, गिर्हता एसणासमिया ॥४७६॥
મુનિ અજ્ઞાની હોય તો પણ સારે ! કણકારી તપાદિ અનુષ્ઠાન ન કરનારો હોય તો પણ સારે ! પરંતુ જ્ઞાન અને ક્રિયાનુષ્ઠાનમાં રક્ત બનેલો પણ સાધુ અયથાર્થ પ્રરૂપણા–ઉત્સુત્ર પ્રરૂપણ કરનાર હોય, તો તે સારે નથી. ૪૭૨
તેનું કારણ એ છે કે-જ્ઞાન અને ક્રિયાનુષ્ઠાનમાં શિથીલ સાધુઓ પિતાના આત્માને જ સંસારમાં પાડે છે, પરંતુ ઉસૂત્ર પ્રરૂપણ કરનાર તે અનેક જીવને સંસારમાં ભટકાવે છે. ૪૭૩
માટે તપધર્મમાં તથા ચરણસિત્તરી અને કરણ સિત્તરી રૂપ ચરણકરણના ગોમાં યથાશક્તિ યત્ન કરે, પણ ઉત્સુત્રભાષણનો તો સઘળાએ પ્રયત્નથી ત્યાગ કરવો જોઈએ કારણ કે શ્રીજિના ગમમાં કહ્યું છે કે –
ઉસૂત્રભાષણ કરનારાઓના બધિગુણ (સમ્યગ્દર્શન)નો નાશ થાય છે. અને અનંત સંસાર વધી જાય છે, તેથી ધીર પુરૂષ પ્રાણ ત્યાગ થાય, તે પણ ઉત્સુત્ર વચન બોલતા નથી. ૪૭૪-૪૭૫
૩. એષણ સમિતિ –ગૃહસ્થ દ્વારા ઉત્પન્ન થતા આધાકમી આદિ સેળ ઉદ્દગમ દોષો, સાધુથી ઉત્પન્ન થતા ધાત્રીપિંડ આદિ સેળ ઉત્પાદન દેશે અને ગૃહસ્થ તથા સાધુથી ઉત્પન્ન થતા દશ એષણદોષ આ રીતે કુલ બેંતાળીસ દોષથી શુદ્ધ એવાં આહાર, પાણું, વસ્ત્ર, પાત્રાદિને સુધા વિગેરે કારણે ઉપસ્થિત થાય, ત્યારે સંયમદેહના પાલન માટે મુનિએ ગ્રહણ કરે, તેને એષણ સમિતિ કહેવાય છે. ૪૭૬ "
|
F3
1