Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
૧૦૨
શ્રી હિતોપદેશાળા
दिण रयणि-गहण-भोयण-भेयचउभंगिसंगयं जं च । तं राइभत्तपि हु, एयाणुगयं चयति मुणी ॥४५७॥ एए पंच मुणीणं, महव्वया पव्वयव अइगरुया । . धीरचरियाण सुवहा, सुदुव्वहा कीवपयईणं ॥४५८॥ एए धम्मरहस्सं, पइच्चिय सव्व विरइसव्वस्सं । एए परमं नाणं, एइच्चिय मुक्ख-पहजाणं ॥४५९॥ एएहिं अणुग्गहिओ, दमगो वि गुरुत्तणं तहा लहइ । जह चक्कवट्टिणो वि हु, महंति अहमहमिगाइ इमं ॥४६०॥ पिच्छह विरईइ-फलं, फुरंत-मणिमय-किरीड-कोडीहिं ।
पय-नह-पंति विलहंति, तियस-पहुणो मुणिजणस्स ॥४६१॥
૬-આહારાદિ દિવસે ગ્રહણ કરવા અને રાતે ખાવા-૧, રાતે ગ્રહણ કરવા અને દિવસે ખાવા-૨, રાતે ગ્રહણ કરવા અને રાતે ખાવા-૩ તથા દિવસે ગ્રહણ કરવા અને દિવસે ખાવા-૪. આ ચાર પ્રકારમાંથી પ્રથમના ત્રણ પ્રકાર અશુદ્ધ છે. મુનિઓ એ ત્રણેય ભાંગાથી રાત્રિભજનનો ત્યાગ કરે છે, કેમકે રાત્રિ ભેજનના ત્યાગ રૂપ છઠું વ્રત એ પાંચ મહાવ્રતની સાથે પ્રતિબદ્ધ છે. ૪૫૭.
મુનિઓના આ પાંચેય મહાવ્રતે પર્વત જેવા અતિભારવાળાં છે, તેથી ધીર પુરૂષે જ એ મહાવ્રતોને સારી રીતે વહન કરી શકે છે. કાયર પુરૂષો માટે તે એ મહાવ્રતો અત્યંત દુસહ બની જાય છે. ૪૫૮
આ પાંચેય મહાવતા ક્ષમાદિ દશ પ્રકારના યતિ ધર્મનું રહસ્ય છે, સર્વવિરતિનું સર્વસ્વ છે, વળી આ મહાવ્રતો જ પરમ શ્રેષ્ઠકેટિનું જ્ઞાન છે અને મોક્ષમાર્ગમાં ગમન કરવા માટે પ્રવહણ (જહાજ) સમાન છે. ૪૫૯ - આ પાંચ મહાવ્રતોથી અનુગ્રહીત કરાયેલ રંકઃદરિદ્ર પણ તેવા, પ્રકારના ગૌરવને પામે છે કે-જેથી ચક્રવતી પણ તેની સેવા કરવા પડાપડી કરે છે. ૪૬૦ - વિરતિના ફળને તે જુઓ ! નમન કરતા ઈન્દ્ર મહારાજાઓના દેદિપ્યમાન મણિમય કડો મુગટથી મુનિજનના ચરણના નખની શ્રેણી કેવી શોભી રહી છે ? ૪૬૧