Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
સિનિ પિગ પરમાર
बीयं चब्दसदसपुब्बधारएहिं तहा महेसीहि । संघयणकालबलबुद्धिहाणि-मागामिपुरिसाणं ॥८३॥ मुणिऊण परमकरुणाइ, गहिस्सुत्तत्थसारमादाय । जं विरइयमिह सामाइयाइ तं अंगवज्झं तु ॥८४॥ युग्मम् । एयं दुविहं पि तिकाल-गोयरं भन्नए सुयन्नाणं । केवलनाणीहिं पि हु, परोवएसाय भयणिज्जं ॥८५॥ अक्खरसन्निप्पमुहा, सेसा भेया इमम्मि मेयदुगे । पविसंति निन्नयाणं, जहा पवाहा जलनिहिम्मि ॥८६॥ अवही किल मज्जाया, सा विज्जइ जंमि त अवहिनाणं । भवपच्चइयं च खओवसमसमुत्थं च तं पि दुहा ॥८७॥ . भवपच्चइयं सुरनारयाण, सिक्खातवाइविरहे वि ।
आजम्मं चिय जाइ, विहगाणं गयणगमणं व ॥८८॥ ભવિષ્યકાલીન પુરૂષના સંઘયણ કાલ–અળ અને બુદ્ધિની હાનિને જાણુને ચૌદ અને દશ પૂર્વને ધરનારા મહાપુરૂષોએ તથા અન્ય મહર્ષિ એએ ગંભીર સૂત્ર અને અર્થનો સાર લઈને પરમકરૂણાથી જે રચ્યું હોય તે સામાચિકાદિ સૂત્ર અંગ બાહ્ય શ્રુતજ્ઞાન કહેવાય છે. ૮૩ ૮૪
આ બન્ને પ્રકારનું શ્રુતજ્ઞાન ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાળને વિષય કરનારું છે. કેવલી ભગવન્તને પણ અન્ય જીને ઉપદેશ આપવા શ્રુતજ્ઞાનનો આશ્રય લેવો પડે છે. ૮૫
જેમ નદીઓના પ્રવાહ સમુદ્રમાં પ્રવેશ પામે છે; તેમ અક્ષરકૃતસંજ્ઞીશ્રત વગેરે શ્રુતજ્ઞાનના જે ભેદે અન્ય ગ્રન્થોમાં બતાવ્યા છે, તેઓને આ શ્રુતજ્ઞાનના બે ભેદ માં (અંગ પ્રવિષ્ટ અને અનંગ પ્રવિષ્ટમાં) સમાવેશ થઈ જાય છે. ૮૬ ૩ અવધિજ્ઞાન –
અવધિ એટલે મર્યાદા; એ મર્યાદા જે જ્ઞાનમાં છે, તેને અવધિજ્ઞાન કહેવાય છે અને એના ભવપ્રત્યયિક અને ક્ષાપશમિક એમ બે ભેદ છે. ૮૭
પક્ષિઓનું આકાશમાં ઉડવાનું જેમ ભવને કારણે છે, તેમ