Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
सिरि हिलोक्यसमाला ..
दुविहं तिविहेण दिव्यं, एगविहं तिविहं तिरियमेहुन्न । माणुसस्स परदारं, वज्जिज्ज रमिज व सदारे ॥४२०॥ वज्जइ इत्तिरि-अपरिग्गहियागमणं अणमकीडं च । परविवाहकरणं, कामे तिव्वामिलासमिह ॥४२१॥ दुविहो परिग्गहो वि हु, थलो सुहुमो य तत्व परदव्वे ।
मुच्छामित्तं सुहुमो, थूला उ धणाइ नव भेओ ॥४२२॥ કુપ્રવૃત્તિ ન હોય. પતિ-પત્ની વગેરેના સવગનો ભંગ કરે એ સ્થૂલ મૈથુન કહેવાય. ૪૧૯ *
મિથુન દિવ્ય અને દારિકના ભેદથી પણ બે પ્રકારે છે; ઔદારિક મૈથુન તિર્યંચ અને મનુષ્યના ભેદથી બે પ્રકારે છે અને દિવ્યમથુન ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકના ભેદથી ચાર પ્રકારનું છે.
દિવ્યમથુનમાં મન, વચન, કાયાથી કરવા અને કરાવવાની વિરતિ કરવાની હોય છે. તિર્યંચ મૈથુનમાં મન, વચન અને કાયાથી કરવા વડે મૈથુનને ત્યાગ કરવાનો હોય છે, અને મનુષ્યના મિથુનમાં સ્વદાર સંતોષ અથવા પરદા રાગમન-નિષેધ રૂપ બે પ્રકારની વિરતિ કરવાની હોય છે. ૪૨૦ ચેથા અણુવ્રતના અતિચારે –
ઇત્વરાગમનડા કાળ માટે રખાત તરીકે રાખેલી સ્ત્રી સાથે મૈથુન સેવવું તે-૧,
અપરિચહિતાગમન=માલીક વગરની સ્ત્રી સાથે મૈથુન સેવવું તે-૨,
અનંગકીડા=સ્ત્રીની યોનિ અને પુરૂષનુ લિંગ એ બંનેને છોડી બાકીના અંગે સાથે સ્ત્રી પુરૂષ કામક્રીડા કરે તે-૩,
પરવિવાહકરણ=પતાના પુત્ર-પુત્રી આદિ સિવાયના બીજા સ્વજનાદિના પુત્ર-પુત્રી આદિનાં લગ્ન કરવાં તે-૪,
તીવ્રકામાભિલાષ વિષય–સેવનમાં અતિ પ્રમાણમાં આસક્તિ કરવી તે–૫,
આ પાંચેય અતિચારને ચોથા અણુવતવાળો આત્મા ત્યાગ કરે. કરેલ પરિગ્રહ પરિમાણુવ્રત:
પરિગ્રહ પણ સૂક્ષ્મ અને સ્થૂલ એમ બે પ્રકારે છે. કૈઈ પણું