Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
सिरि हिओवएसमाला
-
~
एव खु ज्जतपीलण-कम्म निलंछणं च दवदाणं । ૧૪
સર-ટૂ-સાંચસો, રસરૂપોઉં ર બ્લિજ્જ કરૂણા પશુઓને તથા રૂવાટીવાળાં પક્ષીઓને, તથા તેનાં પીંછાંનો વ્યાપાર કરે તે કેશવાણિજ્ય કહેવાય-૯,
વિષવાણિજ્ય -દરેક જાતના વિષ, તલવાર વગેરે શસ્ત્રો, હળ તથા પાણી ખેંચવાના રેટ વગેરે, લાકડાના, લોખંડનાં, માટીનાં કે ચામડાનાં સાધનો, કોશ, કુહાડે, કદાલી, પાવડા વગેરે સાધનો તથા હરતાલ વગેરેનો વ્યાપાર કરવો, તે વિષવાણિજ્ય કહેવાય-૧૦. ૪૩૦
યંત્રપીડનકમ –તલ, શેરડી, સરસ, એરંડા વગેરે પીલવા. અરઘટ્ટ વગેરેથી પાણી વગેરે ખેંચવું, તેલ વગેરે માટે દલિલે કરે, વગેરેને વ્યાપાર કરે તે ચન્નપીડનકર્મ કહેવાય–૧૧.
નિલંછનકમ ઊંટ, પાડા, બળદ વગેરેના નાક વિંધવાં, બળદઘોડાઓને આંકવા, તેઓના અંડકોષ કાપવા, ઊંટની પીઠ ગાળવી. બળદ વગેરેના કાન-નાક કાપવાં, ગળકંબલ છેદવી, વગેરે નિલંછનકર્મ કહેવાય. એમાં એ જીને ખુબ પીડા થાય છે–૧૨.
દવાગ્નિદાન --કુટેવ કે કૂતુહલથી અથવા ધર્મબુદ્ધિથી જંગલ, ગામ, નગર વગેરે સળગાવવાં, તેને દવાગ્નિદાન નામનું કર્માદાન કહેવાય છે–૧૩.
સરકશેષણકર્મ સવર, નદીઓ કે દ્રો વગેરેનાં પાણીનું શોષણ કરવું તે-૧૪.
અસતીપોષણ-દુરાચારિણી સ્ત્રીનું તથા પિપટ, મેના, કુતરાં, બિલાડી વગેરે હિંસક પ્રાણીનું પોષણ કરવું, તે પાપના પિષણરૂપ હોવાથી મેટા દે ષરૂપ છે-૧૫.
આ પંદર કર્માદાનો કરવાં એ ભેગપભોગ વિરમણવ્રતના અતિચારો છે. આમાં ઘણું ઘણું જીની હિંસા થતી હોવાથી મહાપાપ બંધના હેતુભૂત છે, માટે બીજા ગુણવ્રતવાળાએ આ અતિચારોને ત્યાગ કરે જોઈએ. ૪૩૧ . . . . . . . . . .