Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
શ્રી હિતેષ માળા समणा समणीओ य, सावया. साविया तहा। . एसो चउन्विहो संघो, विग्घसंघविधायणो ॥११८॥ तत्थ य जिणिंदसमणा-भयवंतो जइवि हुंति निग्गंथा । तह वि वयकायरक्खा-निमित्तमरिहंति दाणमिणं ॥११९॥ फासुयएसणियाई, अहाकडाई च भत्तपाणाणि । तह वत्थपत्तकंबल-सिज्जासंथारपमुहाई ॥१२०॥ ओसहभेसज्जाई, तह पवयणवुढिहेउभूयाइ । सचित्ताई पि अवच्च-सयणपभिईणि अणवरयं ॥१२१॥ भत्तीइ देइ साहूण, सुद्धलेसुल्लसंतरोमंचो । उस्सग्गेणं सड्ढो, अववायपयंमि पुण एवं ॥१२२॥ સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા એ ચાર પ્રકારને સંઘ વિશ્નોના સમુહનો નાશ કરનાર છે. ૧૧૮.*
આ ચાર પ્રકારના સંઘમાં સાધુઓ જે કે નિગ્રંથ (પરિગ્રહથી રહિત) હોય છે, છતાં વ્રત-પાલન કરવામાં અત્યન્ત ઉપગી એવા શરીરની રક્ષા કરવા માટેના ભક્તિદાન માટે તેઓ ચગ્ય છે. ૧૧૯
પ્રાસુક (જીવરહિત) એષણ, (૪૨ દેષરહિત) યથાકૃત (ગૃહસ્થ પિતાને માટે બનાવેલ) ભક્ત પાન (અશનાદિ ચતુષ્ક) તથા વસ્ત્ર–પાત્ર કાંબળી-શમ્યા વગેરે, ઔષધ (બીજા દ્રવ્યથી મિશ્રણ નહી કરેલા કેવલ હરડે વગેરે અથવા શરીરની અંદર ઉપયોગી થતા દ્રવ્યો.) ભેષજ(હરડે આમળા વગેરે મિશ્રિત દ્રવ્ય અથવા શરીરની બહાર ઉપયોગી લેપ વગેરે દ્રવ્યો) તેમજ શાસન પ્રભાવનાની વૃદ્ધિના કારણભૂત પિતાના પુત્ર-સ્વજન આદિ સચિત્ત વસ્તુઓ પણ શુદ્ધ વેશ્યાથી (ભાવભર્યા ઉલ્લાસથી) ભક્તિપૂર્વક ઉત્સર્ગ માર્ગથી આપે છે. ' આપવાદિક દાનવિધિ–
તથા અપવાદ માર્ગથી–દુકાળમાં, ડમર (કેઈપણ કારણે કુપિત થયેલ દેવે ઉત્પન્ન કરેલ અશિવ વગેરે ઉપદ્રવ) વિહૂવર (રાજ્યને અંદરનો કે બહારનો ઉપદ્રવ) રોધક (નગર વગેરેને ઘેરે) અટવી, શરીરની બિમારી વગેરે કારણે ઉપસ્થિત થાય ત્યારે ગીતાર્થ સાધુ સ્વજનાદિના ઘરમાં સાધુપ્રાગ્ય પ્રાસુક અને એષણીય ભક્ત પાનવસ્ત્રાદિ વસ્તુઓની