Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
- શ્રી હિતેશભાશા लाइ न सहस्सेसु वि, उवयाएकरो वि इह नसो ताव । जो मन्नइ उवयरियं, सो लक्खेसु पि दुल्लक्खो ॥३८१॥ उत्तम-अहमवियारे वीमंसह किं मुहा जुहा तुमे । अहमो न कयग्धाओ, कयन्नुणो उत्तमो नमो ॥३८२॥ नणु तेण रयणगम्भा, धरइ घरा जं कयन्नुणो पुरिसे । जं पुण वहइ कयग्घे, तेणं चिय मेइणी वि इमा ॥३८३॥ अच्छउ पच्चुवयारो, उवयारकरंमि ता कयग्घस्स । एवं पि भणइ धिट्ठो, उवयरइ भएण मम एसो ॥३८४॥ हुज्ज वरमणुवयारी, पच्चुवयारम्मि मंथरो वावि । जइ मग्गियं पि लब्भइ, ता मा हुज्जा कयग्धो हं ॥३८५॥
હજારો માણસોમાં પણ ઉપકાર કરનારે મળતું નથી, અને ઉપકારીઓના ઉપકારને સમજનાર અને માનનારો માણસ તે લાખ્ખમાં પણ દેખાતો નથી. ૩૮૧ - હે પંડિત પુરૂષ ! ઉત્તમ અને અધમના સ્વરૂપને વિચાર કરવામાં મુંઝાઓ છો શા માટે ? આ જગતમાં કૃતઘ માનવી જે કઈ અધમ નથી, અને કૃતજ્ઞ પુરૂષ જેવો કોઈ ઉત્તમ નથી. ૩૮૨
ખરેખર પૃથ્વી કૃતજ્ઞ પુરૂષને ધારણ કરે છે, માટે કવિઓ પૃથ્વી ને રત્નગર્ભા કહે છે અને કૃતધ્ર પુરૂષને ધારણ કરે છે, માટે મેદિની પણ કહે છે. ૩૮૩
ઉપકાર કરનારા માણસ ઉપર પ્રત્યુપકાર કરવાનો તે બાજુમાં રહે ! પણ ધૃષ્ટ એ કૃતજ્ઞ એમ પણ બોલે છે કે “આ ઉપકાર કરનારને કાંઈ મારા પર પ્રેમ નથી; પરન્તુ મારી તાકાતના ભયથી મારા ઉપર ઉપકાર કરે છે. ૩૮૪
હે ભગવન્! આપની પાસેથી માંગેલું મળતું હોય તો આપની પાસે એકજ માગણી કરું છું કે “ભલે હું ઉપકાર કરનાર ન થાઉં ! - અથવા ઉપકારને બદલે વાળવામાં સમર્થન થાઉં, પણ કૃતઘ તે ન જ થાઉં ! ૩૮૫