Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
शिरि हिमोक्पसमाला
दसइ न पुडोभावं, सब्भावं कहइ पुच्छइ य तस्स । ववहारंमि पयट्टइ, न निगृहइ थेवमवि दविणं ॥२७८॥ अविणीयं अणुयत्तइ, मित्तेहितो रहो उवालभइ । सयणजणाओ सिक्ख, दावइ अन्नावएसेण ॥२७९॥ हियए ससिणेहो वि हु, पयडइ कुवियं व तस्स अप्पाणं । पडिवनविणयमग्गं, आलवइ अछम्मपिम्मपरो ॥२८०॥ तप्पणइणि-पुत्ताइसु, समदिही होइ दाण-सम्माणे । सावक्कम्मि उ इत्तो, सविसेसं कुणइ सव्वंपि ॥२८१॥
ભાઈ સાથે ભેદભાવ ન રાખવો, કોઈ વાત પુછે ત્યારે સરળતાથી -સાચી સલાહ આપવી, વ્યાપારાદિમાં પોતાની સાથે જોડવે અને થોડું પણ ધનાદિ દ્રવ્ય એનાથી છુપાવવું નહીં. ૨૭૮ અવિનીત ભાઈને સુધારવાની રીત:
અવિનયીભાઈ પ્રત્યે અનુકૂલ વર્તન કરવું, પણ કર્કશ વચને વડે તેને તિરસ્કાર ન કરો. તેને સુધારવા માટે તેનાં અંગત મિત્ર દ્વારા એકાંતમાં ઠપકો અપાવ, કાકા-મામા વગેરે સ્વજનો દ્વારા બીજાઓના વ્યપદેશ (ઉદાહરણ)થી વિનયની શિખામણ અપાવવી. ૨૭૯
આ રીતે કરવાથી પણ ભાઈમાંથી અવિનતપણું ન જાય તે એ અવિનીતપણું દૂર કરવા હૃદયમાં નેહવાળા રહીને બહારથી તેના ઉપર રોષ દર્શાવ. અને જો આ રીતે કરતાં તે વિનયમાર્ગને પામી જાય, એટલે કે વિનયી બની જાય તે સ્વાભાવિક પ્રેમપૂર્ણ મનવાળા બની પૂર્વની માફક એની સાથે વાર્તાલાપ કરી એનું વાત્સલ્ય કરવું. ૨૮૦
પિતાની પત્ની-પુત્રાદિની જેમજ પોતાના ભાઈની પત્ની-પુત્રાદિને વાલંકારાદિ આપવા દ્વારા સમદષ્ટિવાળા બનવું, અને એમાં પણ અપર માતાના ભાઈઓની પત્ની આદિનું દાન-સન્માન સવિશેષ કરવું. ર૮૧