Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
आपुच्छिउं पयट्टइ, करणिज्जेसुं निसेहिओ ठाइ । खलिए खरं पि भणिओ, विणीययं न हु विलंघेइ ॥२७४॥ सविसेसं परिपूरइ, धम्माणुगए मणोरहे तस्स । एमाइ उचियकरणं, पिउणो जगणीइ वि तहेव ।।२७५।। नवरं से सविसेस, पयडइ भावाणुवित्तिमप्पडिमं । इत्थीसहावसुलहं, पराभवं वहइ न हु जेण ॥२७६॥ उचियं एयं तु सहोयरंमि जं नियइ अप्पसममेयं ।
जिटुं व कणिटुं पि हु, बहुमन्नइ सव्वकज्जेसु ॥२७७॥ એથી એ માણસ શુશ્રષાદિ કરવા દ્વારા શુશ્રુષાદિ બુદ્ધિના ગુણોને અભ્યાસ કરનારે થાય છે. પિતા પાસે પોતાના સદ્દભાવને પ્રકાશિત કરે, ગૃહાદિ કાર્યોમાં પિતાને પૂછીને પ્રવર્તે; અને જે નિષેધ કરે તે તે કાર્ય કરતો અટકી જાય. પોતાની ભૂલ વખતે પિતા કઠેર વચન કહે તે પણ વિનયનું ઉલંઘન ન કરે, અને ધર્મ કાને લગતા પિતાના મનોરથો વિશેષ કરીને પૂર્ણ કરે. ઈત્યાદિ અનેક પ્રકારે પિતા પ્રત્યે ઉચિત આચરણ કરવું જોઈએ અને માતા પ્રત્યે પણ એ રીતે ઉચિત આચરણ કરવું જોઈએ.
પરંતુ માતા પ્રત્યે વિશેષે કરીને અપ્રતિમ ભાવ બતાવવો જોઈએ અર્થાત્ માતાને દરેક કરતાં વધુ અનુકૂલ બને. કારણ કે વાત વાતમાં ઓછું લાગી જવા રૂપ પરાભવ-(અપમાન) થ એ સ્ત્રી જાતને સ્વભાવથી સુલભ છે. એથી સ્ત્રી જાતિ અપમાન સહી શકતી નથી. ૨૭૩ થી ૨૭૬ ભાઇ પ્રત્યેનું ઉચિત આચરણ:
ભાઈ પ્રત્યેનું ઉચિત એ છે કે બધા ભાઈઓને પોતાની સમાન જેવા. કેઈનો પણ તિરસ્કાર વગેરે કરવો નહીં. મોટા ભાઈની જેમ નાના ભાઈનું પણ ગૃહ આદિના દરેક કાર્યોમાં પૃચ્છા કરવારૂપ બહુ માન કરવું. તાત્પર્ય એ કે-દરેક કાર્યમાં પિતાની જેમ હાથ જોડીને પુછવા પૂર્વક મોટા ભાઈનું બહુમાન સાચવવું અને નાનાભાઈનું. ઉચિત પૃષ્ણ કરન્ન પૂક બહુમાન સાચવવું. ૨૭૭