Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
શ્રી જિતાશાળા
कविभावो किर कब, कवी य जिणदसणी इहं ताव । तदविक्खाए तेणं, एए परतित्थिमो नेया ॥३११॥ सुगय-भयवंत-सइवा, पत्तेयं ताव चउ चउ पभेया । मीमंसगो दुभेओ, काविल-कोलायदंसणिणो ॥३१२।। एएसि तित्थियाण, भिक्खट्टमुवट्ठियाण नियगेहे । कायव्वमुचियं किच्चं, विसेसओ रायमहियाणं ॥३१३॥ जइ वि न मणंमि भत्ती, न पक्ववाओ य तग्गयगुणेसु ।
उचियं गिहागएसुति, तहवि धम्मो मिहीण इमो ॥३१४॥ પરતીથિઓ પ્રત્યેનું ઉચિત આચરણ -
કવિના કાર્યને કાવ્ય કહેવાય છે. આ સ્થળમાં જૈન દર્શનીને કવિ તરીકે ઓળખવાના છે. તે અપેક્ષાએ જેનદની સિવાયના અત્રે દર્શાવતા તીર્થિકે પરતીર્થિકે કહેવાય છે. ૩૧૧
સુરત-બૌદ્ધ, ભગવન્ત (-ભાગવત) શિવ એ પ્રત્યેક ચાર ભેદવાળા છે. સુગમતના ચાર ભેદ–વભાષિક, સૌત્રાંતિક, ગાચાર અને માધ્યમિક. ભગવનમતના ચાર ભેદ-કુટીચર, બહુદક હંસ અને પરમહંસ. શૈવમતના ચાર ભેદ–રૌવ, પાશુપત, મહાવ્રત-અને કાલામુખ. કર્મમીમાંસક અને બ્રહ્મમીમાંસક એ પ્રમાણે મીમાંસક-મતના બે ભેદ છે, તથા કપિલા સાંખ્ય અને કેલ (નાસ્તિક) આ છયે દર્શનવાળા પરતીર્થિઓ છે. ૩૧૨
આ છએ દર્શનવાળા પરતીર્થિઓ ભીક્ષા લેવા માટે પિતાના ઘરે આવે ત્યારે તેઓનું “પધારો” એમ બોલવા દ્વારા અને તેઓને ઉચિત વસ્તુ આપવા દ્વારા ઉચિત કરવું જોઈએ. જો તેઓ રાજા વિગેરેથી પૂજિત હોય તો તેનું વિશેષ પ્રકારે ઉચિત કરવું-૩૧૩
‘પરતીર્થિકીઓ તો અસંયત છે; તેઓનું શ્રાવક (ગૃહસ્થ) આ પ્રમાણેનું ઉચિત શા માટે કરે ? એ પ્રશ્નનો ઉત્તર આપતાં ગ્રંથકાર શ્રી ફરમાવે છે કે –
શ્રાવક (ગૃહસ્થોના હૈયામાં અન્ય તીથિંકીઓને લગતી ભક્તિ ન હોય અને તેમના કહેવાતા ગુણોમાં પક્ષપાત પણ ન હોય, છતાં ગૃહસ્થાને આ ધર્મ (-આચાર) છે. કે–પિતાના ઘરે આવેલા અતિથિ આદિનું ઉચિત સાચવવું. ૩૧૪