Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
શા હિતારવામા
दाणाईए उ गुणे कह, कह वि हु पुत्र-पुंज-संघडिए । अत्तुकरिसेण नरो, हारेइ खणेण नंणु तम्हा ॥३६०॥ विणयवणधूमकेडे, वसण-गणागमण-विउलतरसेउं । दुग्गइपहपाहेयं, अत्तुक्करिसं चयह एयं ॥३६१॥ जइ संति गुणा नणु, अभणियावि काहिंति अत्तउपकरिसं । अह ते वि न संति मुहा, अत्तुक्करिसेण किं तेण ॥३६२॥ मित्ता हसंति निदंति, बंधवा गुरुणा उविक्खंति । पियरो वि न बहुमन्नंति, अप्पबहुमाणिणं पुरिसं ॥३६३॥ अत्तुक्करिसपहाणे, नरंमि न विणीयया समल्लियइ ।
घड्ढस्स य चावस्स य, न होइ संकमो कह वि ॥३६४॥ આત્મોત્કર્ષનો ત્યાગ –
મહામુશીબતે પુણ્યના પૂજથી પ્રાપ્ત કરેલા દાનાદિ ગુણોને માનવ આમત્કર્ષ દેષ (આ૫ બડાઈ)થી ક્ષણવારમાં હારી જાય છે. માટે હે ભવ્ય જીવો ! તમે વિયરૂપી વનને સળગાવી નાખવા માટે અગ્નિ સમાન, અનેક કષ્ટોને આવવા માટે વિશાળ પુલ સમાન, અને દુર્ગતિના માર્ગમાં ગમન કરવા માટે ભાથા સમાન આત્મોત્કર્ષ દેષને (અહંકારનો) ત્યાગ કરો. ૩૬૦-૩૬૧ | હે જીવ! જે તારામાં ખરેખર ગુણસમુદાયને વાસ છે, તે તે ગુણે જ કહ્યા વગર તારે ઉત્કર્ષને કરશે. અને જે તારામાં ગુણોને વાસ નથી તે આત્મત્કર્ષ કરવાથી શું ? ૩૬૨
પિતાનો ઉત્કર્ષ (અહંકાર) કરનાર પુરૂષની તેના મિત્રો હાંસી કરે છે, બાંધ નિંદા કરે છે; કલાચાર્ય–ધર્માચાર્ય વગેરે ગુરૂજને ઉપેક્ષા કરે છે, માતા-પિતા પણ એનું બહુમાન કરતા નથી. ૩૬૩
જેમ હાડકાંના ધનુષ્યમાં દેરી ચઢાવી શકાતી નથી. તેમ આત્મત્કર્ષને જ પ્રધાનતા આપનાર માણસમાં વિનીતપણું આવતું નથી. અને વિનીતપણાથી રહિત માણસમાં જ્ઞાનાદિ ગુણને સંક્રમ (પ્રવેશ) થતો નથી. ૩૬૪