Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
सिरि हिमोगपतमाला
तमभावे तम्बहे न, वहज्जं बइज्ज अत्थसंबंध । मुरु-देव-धम्मकज्जेसु, एगचित्तेहिं होयव्वं ॥२९६॥ एमाई सयमोचियमह, धम्मायरिय समुचियं भणिमो । भचिबहुमाण पुव्वं, तेसि तिसंज्झं पि पणिवाओ॥२९७॥ तहसियनीईए, आवस्सयपमुहकिच्चकरणं च । धम्मोवएससवणं, तदंतिए सुद्धसद्धाए ॥२९८॥ आएसं बहुमन्नइ, इमेसि मणसा वि कुणइ नावन्नं । रुंभइ अवन्नवायं, थुइवायं पयडइ सया वि ॥२९९॥ न हवइ छिद्दप्पेही, सुहिव्व अणुयत्तए सुह-दुहेसु । पडणीयपच्चवायं, सव्वपयत्तेण वारेइ ॥३०॥
કાકા-મામા વગેરે સ્વજનની ગેરહાજરીમાં તેઓ ના ઘરે ન જાવું, સ્વજનની સાથે અર્થ સંબંધ–(દ્રવ્યનો વ્યવહા૨) ન રાખવે, સ્વજન જે કાંઈ દેવ, ગુરૂ, અને ધર્મના કાર્યો કરે તેમાં એક ચિત્તવાળા બની સહાય કરવી. ર૬ : ધર્માચાર્ય પ્રત્યેનું ઉચિત-આચરણ:- આ પ્રમાણે સ્વજનનું ઉચિત કહ્યું, હવે ધર્માચાર્ય પ્રત્યેના ઉચિત આચરણને કહીશું. ત્રણેય સંધ્યા સમયે ભક્તિબહુમાન પૂર્વક ધર્મચાર્યને વંદન કરવું જોઈએ, અને તેઓએ બતાવેલી વિધિ પ્રમાણે પ્રતિક્રમણાદિ આવશ્યક કર્તવ્ય કરવાં જોઈએ અને શુદ્ધ શ્રદ્ધાથી તેમની પાસે ધર્મોપદેશ સાંભળવું જોઈએ. ૨૯૭–૨૮
ધર્માચાર્ય જે આદેશ કરે તેનું પાલન કરવા પૂર્વક બહુમાન કરવું–જોઈએ, તેઓને અવર્ણવાદ મનથી પણ ન કરો; અને કઈ અવર્ણ વાદ કરતો હોય તો તેને અટકાવવો. તેમજ સદાકાળ એમની સ્તુતિ આદિ કરવા વડે પ્રશંસા કરવી. ૨૯
ધર્માચાર્યના છિદ્રોને કદી પણ ન જેવાં. સુખ–દુ:ખની અવસ્થામાં મિત્રની માફક અનુકૂલ વર્તવું, અને પ્રત્યનિક દ્વારા થતાં અપાયે (ઉપદ્ર)નું સર્વ પ્રયત્નથી નિવારણ કરવું. ૩૦૦