Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
- શ્રી હિતોપદેશમાળા
परिचत्तसयललोइयतिहिपव्वमहूसवा महामुणिणो । भोयणसमया निहिणो, धन्नाण हवंति गुणनिहिणो ॥१२८॥ धन्नाण दाणबुद्धी, धन्नयराणं च देयपरिसुद्धी । धन्नतमाणं तु जए, जायइ सुहपत्तसंसिद्धी ॥१२९॥ कस्स वि कल्लाणगिहस्स, चेव गेहंमि. समणरूवधरा । पच्चक्रवनाणदंसणचरणा पिंडं पडिच्छंति ॥१३०॥ आरंभनियत्ताणं, छज्जीवनिकायरक्खणरयाणं । मुक्वपहसाहगाणं, धन्ना जे दिति पत्ताणं ॥१३१॥ निय निय विसयविभागं, पडुच्च संघे चउप्पयारे वि । विक्खाया इत्थ इमे, सुप्रत्तदाणंमि दिटुंता ॥१३२॥
અમાવાસ્યાદિ તિથિ-સંક્રાતિ વગેરે સમસ્ત લૌકિક પર્વ અને લગ્નાદિન મહોત્સવનો જેમણે ત્યાગ કર્યો છે તથા જેઓ જ્ઞાનાદિ ગુણોનો ભંડાર છે; એવા મહામુનિઓ ભોજનના સમયે ભાગ્યવાન આત્માઓને જ ભિક્ષાનો લાભ આપનારા થાય છે. ૧૨૮ - પુણ્યવાન પુરૂષને જ દાન કરવાની બુદ્ધિ થાય છે, દેયપરિશુદ્ધિ નવકેટિથી શુદ્ધિ તો તેથી પણ અધિક પુણ્યવાળા પુરૂષોને જ થાય છે અને સત્પાત્રની પ્રાપ્તિ તે અધિકાધિક પુવાળા પુરૂષને જ થાય છે. ૧૨૯
શ્રમણ રૂપને ધારણ કરનારા તેમજ જ્ઞાન દર્શન અને ચારિત્રના પ્રત્યક્ષ પિંડભૂત એવા સાધુઓ કોઈક ભાગ્યવાનના ઘરેજ આહારાદિના પિંડને ગ્રહણ કરે છે. ૧૩૦
જેઓ આરંભથી નિવૃત્ત થયેલા પડ્રજવનિકાયનું રક્ષણ કરવામાં રક્ત બનેલા અને મોક્ષમાર્ગ (જ્ઞાન-દર્શન–ચારિત્ર)ના સાધક એવા સુપાત્રસાધુઓને દાન આપે છે. તેઓ ખરેખર ધન્ય છે. ૧૩૧
(ચારે પ્રકારના સંઘમાં) પોત પોતાના વિષય વિભાગને આશ્રયીને સુપાત્રદાનને લગતા આનીચેની ગાથામાં કહેવાતાં દષ્ટાન્ત શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. ૧૩ર.