Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
શ્રી હિતોપદેશમાળા
तम्हा सइसामत्थे, वित्थारइ पुत्थएहिं जिणसमयं । वायावेइ य विहिणा मेहागुणसंगयमुणीहिं ॥१४८॥ ससमय-परसमयविऊ, ते वि तयत्थावभासणसमत्था । परतित्थीणं पि तओ, पमाणसत्थाणि निउणाणि ॥१४९॥ વાર-છે-સંવા– –નાર –હીરું હે . जं सव्वं सम्मसुयं, सम्मदिट्ठीहिं परिगहियं ॥१५०॥ जे केइ जप्पवत्तिय, पुत्थयगं सत्थसवणओ जीवा ।' पावाई परिहरंती, स होइ तप्पुन्नफलभागी ॥१५१॥ भणियं सुसावगोचिय, नियपुत्थयखित्तमह समासेण । जिणमंदिरखित्तं पि हु, सुयाणुसारेण साहेमि ॥१५२॥ તે કારણથી શ્રાવકોએ પુસ્તકમાં આગ લખાવીને અને લખેલાં આગમ-પુસ્તકે વંચાતા મળતા હોય તો તેને સંગ્રહ કરીને પણ જિનેન્દ્ર ભગવન્તના સિદ્ધાંતોને વિસ્તાર કરે જોઈએ. અને મેધાયુક્ત-અનુગ કરવામાં કુશળ મુનિઓ પાસે ચતુર્વિધ સંઘમાં જિનાગમની પૂજા તથા મહોત્સવ કરવા પૂર્વકની વિધિ સહિત એ જિનાગમો વંચાવવાં જોઈએ. ૧૪૮ | સ્વસિદ્ધાન્તો જ શ્રાવક લખાવે ? પરસિદ્ધાન્ત શું ન લખાવી શકે ? આવી શંકાનું સમાધાન કરવા ગ્રન્થકાર કહે છે કે-અનુગ કરનારા સાધુઓ સ્વસિદ્ધાન્ત અને પરસિદ્ધાન્તના જાણકાર હોય છે, વળી તેઓ સ્વ–પર સિદ્ધાન્તના અને પ્રકાશિત કરવામાં સમર્થ હોય છે એવા સાધુઓને સ્વ-પર સિદ્ધાન્તના જાણકાર બનાવવા પર તીર્થિકના પ્રમાણ–ન્યાયાદિના શાસ્ત્રો અને વ્યાકરણ-છંદ-અલંકારકાવ્ય-નાટક-કથા આદિના શાસ્ત્રો પણ લખાવે; કારણ કે સમ્યગદષ્ટિએ ગ્રહણ કરેલું બધું જ શ્રુત સમ્યકૃત થાય છે. ૧૪૯–૧૫૦ :
પુસ્તકમાં લખાવેલા જિનાગમને સાંભળવાથી જીવ જેટલા પ્રમાણમાં પાપોનો પરિહાર કરે છે, તેટલા પ્રમાણમાં તે પાપ-નિવૃત્તિમાં નિમિત્ત બનવાના કારણે આગમ લખાવનાર જીવ પણ પુણ્યફળનો ભાગીદાર થાય છે. ૧૫૧
શ્રાવકોને ઉચિત પુસ્તક (જિનાગમ) ક્ષેત્ર કહ્યું હવે જિનમંદિર ક્ષેત્રને શ્રુતના અનુસાર સંક્ષેપથી કહું છું. ૧૫ર