Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
શ્રી હિતોપદેશમાળા
सुव्वंति थूलभदो, रायमई तह सुदंसणो सिट्ठी । सुस्साविया सुभद्दा, तम्मि इमे सीलदिटुंता ॥१८४॥ सीलं च पणीयाहार-सुहयदेहस्स दुल्लहं पायं । ता देहसोहणकए, जहसत्तीए तवं तवसु ॥१८५।। तावेइ जेण कम्म, तविज्जए जं च सिवसुहत्थीहिं । तेणिह तवंति भन्नइ, तं दुविहं बारसविहं च ।।१८६।। बाहिर-अभितरभेयओ, दुहा तेय दोवि पत्तेयं ।
छब्भेयाइय एवं, बारसभेयं सुएभिहियं ॥१८७॥ તે ચતુર્વિધ સંઘમાં સાધુઓમાં શ્રી સ્થલભ સ્વામી, સાધ્વીએમાં રામતી, શ્રાવકમાં સુદર્શન શેઠ અને શ્રાવિકાઓ માં સુભદ્રા સતી તથા બીજા પણ અનેક ધર્મામાઓનાં શીલપાલનના વિષયનાં દૃષ્ટાન્ત શાસ્ત્રોમાં આલેખાયેલાં છે. ૧૮૪ * ૩રૂપ ગુણ :
પ્રણીતાહાર–વિગઈ યુક્ત આહાર વડે પુષ્ટ બનેલા દેહવાળા માણસોને શીલધર્મનું પાલન પ્રાયઃ કરીને દુર્લભ હોય છે. તેથી દેહની શુદ્ધિ (-વિકાર ભાવને પિદા કરનારી ધાતુઓને અપચય.) કરવા માટે શક્તિ મુજબ તપ ધર્મનું આસેવન કરવું જોઈએ. ૧૮૫.
શિવસુખના અથઓ વડે જે સેવાય અને કર્મોને જે તપાવે તેને શ્રી જિનશાસનમાં તપ કહેવાય છે. એ તપ મૂળ ભેદથી બે પ્રકારના છે, તથા ઉત્તર ભેદથી બાર પ્રકાર છે. ૧૮૬. " દ્વિવિધ અને દ્વાદશવિધ તપધ” -
બાહા અને અત્યન્તર એવા ભેદથી તપધર્મ બે પ્રકાર છે. અને એ બને ભેદના છ-છ પ્રકાર હોવાથી બાર પ્રકારનો તપ પણ શ્રી જિનાગમમાં કહ્યો છે. ૧૮૭,