Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
શ્રી હિતોપદેશમાળા
ससिणेह हिययजलिए, वमह-दहणेभिमाण-घणधूमे । सहसक्खो वि न पिक्खइ, किच्चाकिच्च किमु दुयक्खो ॥१७५॥ पीण-पओहर-चच्चर-तिवलीतिपहंमि. जइ मयल्लीणं । पुरिसो मणंपि खलिओ, ता छलिओ मयणभूएण ॥१७६॥ गंथत्थ-वियारे पत्थुयंमि, एगे पसू परे विउसा । मार-वियारंमि पुणो, उभए वि पसुव्व दीसंति ॥१७७॥ विहुरंमि हुति सरणं, जे सबला एस विस्सुओ मग्गो । वम्मह-विहुरम्मि पुणो, अबला सरणंति अच्छरियं ॥१७८।। कयकेसवेसपरियर-परिचत्ता निन्हवंति अप्पाणं । दंसणिणो हा ! तह वि हु, बम्महवाहेण हम्मंति ॥१७९॥
જ્યારે હૃદયમાં કામાનલ સળગ્યો હોય અને અભિમાનનો ધુમાડો પ્રગટ હોય ત્યારે હજાર આંખવાળો ઈન્દ્ર પણ કાર્ય-કાર્યને જોઈ શકતું નથી, તે પછી બે આંખવાળા સામાન્ય પુરૂષની તો વાત જ શું કરવી ? ૧૭૫
સ્ત્રીઓના પુષ્ટસ્તનરૂપી ચૌટામાં અને પેટ ઉપરની ત્રણ રેખારૂપી. માર્ગમાં વિકારભાવથી પુરૂષની જરા પણ ખલના થાય તો કામ રૂપી 'ભૂત એને તરત જ વળગી પડે છે. ૧૭૬
શાસ્ત્રોની વિચારણા કરવાના સમયે શાસ્ત્રાભ્યાસ વગરના માણસે પશુ જેવા દેખાય છે. જ્યારે કામી અવસ્થામાં મૂકાયેલા શાસ્ત્રાભ્યાસી પંડિત અને અપંડિત એ બન્નેય પશુ તુલ્ય દેખાય છે. ૧૭૭
“બાહ્ય કષ્ટો આવવાને કારણે ઉત્પન્ન થયેલી વિહલ અવસ્થામાં બળવાન માણસે શરણ રૂપ બને છે,” એ માર્ગ પ્રસિદ્ધ છે. જ્યારે કામથી થયેલી વિહલ અવસ્થામાં અબલા (સ્ત્રી) શરણ રૂપ થાય છે. આ એક આશ્ચર્ય છે ! ૧૭૮
કેશપરિવર્તન કરનારા [-માથું મુંડાવનારા, શિખાધારણ કરનારા, અને જટા ધારણ કરનારા વગેરે. ] વેષ પરિવર્તન કરનાર [-ત, પીળાં આદિ વસ્ત્રો ધારણ કરનારા, લંગોટ પહેરનારા, નગ્ન રહેનારા વગેરે ] પરિકર પરિવર્તન કરનારા [ દંડ, કમંડલુ, અને સ્ફટિકાદિની