Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
सिरि हिओवएसमाला
उजुविठ्ठलभेयओ सो, दुहा विसेसो इमो उ विउलम्मि । पढमा उ विसुद्धयरो, अपदिवाइ य विउलमई ॥१४॥ विसओ इमस्स सुच्चिय, माणुसखित्तस्स मज्झवत्तीणं । पंचिंदियसन्नीणं, जं परियाणइ मणोदव्वे ॥१५॥ मइसुयओहिन्नाणा, विरयाणं इंति अविरयाणं च । मणकेवलनाणाणि उ, नियमेणं सवविरयस्स ॥१६॥ केवलनाणं पुण, सव्वदचपज्जायकालअक्खलियं । एगसरूवमणंत, अप्पडिवाई निरावरणं ॥९७॥ ઋજુમતિ અને વિપુલમતિના ભેદથી આ મન ૫ર્યવજ્ઞાન બે પ્રકારનું છે. વિપુલમતિ મન:પર્યવજ્ઞાનમાં આ વિશેષતા છે કે વિપુલમતિમનઃપર્યાવજ્ઞાન, પ્રથમ (જુમતિ) મન:પર્યવજ્ઞાન કરતાં વિશુદ્ધતર અને અપ્રતિપાતી હોય છે. ૯૪, “
મનુષ્યક્ષેત્રમાં રહેલા સંજ્ઞીપંચેન્દ્રિય જીવોના મન રૂપે પરિણામ પામેલાં મનોદ્રા એ મન:પર્યવજ્ઞાન વિષય છે. ૯૫
મતિ-બુત અને અવધિ આ ત્રણ જ્ઞાને વિરતિધરને અને અવિરતિધરોને હોય છે. ત્યારે મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન સર્વવિરતિધરે (ભાવસંયમીઓ)ને જ હોય છે. ૬
પ કેવળજ્ઞાન
કેવળજ્ઞાન સઘળાંએ દ્રવ્યો અને સર્વ દ્રવ્યના સર્વપર્યાનો તથા ભુત, ભવિષ્ય અને વર્તમાન રૂપ સઘળાય કાળનો વિષય કરે છે. વળીતે જ્ઞાન સદા એકજ સ્વરૂપવાળું રહે છે અર્થાત એનું સ્વરૂપ ક્યારેય બદલાતું નથી; કેવળજ્ઞાન રૂપે કાયમ રહે છે. વળી તે કેવળજ્ઞાન લેક અને અલકને પ્રકાશિત કરનારું હોવાથી અનંત છે તથા કયારેય નાશ ન પામતું હોવાથી અપ્રતિપાતી છે તેમજ તેને ભીંત વિગેરે કોઈપણ પદાર્થનું આવરણ નડતું નથી અને કર્મનું પણ આવરણ એના ઉપર હેતું નથી. ૯૭