Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
શ્રી હિતેાપલેશમાળા
एय पि ताव कडं, पार्वति मुणतया वि जं केई । वसणगणतप्पणहा, पाणिवहे संपयदृति ॥५७॥ एयं पुण कट्ठयरं, सकं सोउ पि कह सयन्नेहिं । जं केइ पाणिघायं, करंति किर धम्मबुद्धीए ॥५८॥ किं तित्थसत्थपरिसीलणेहिं, किं होमसोमपाणेहि । पिक्खह अप्पं व जिए, रक्खह दुक्खाउ अप्पाणं ॥५९॥ जं किं पि सुहं लोए, तं जाणह पाणिरक्षणमुत्थं । जं च दुहं तं सव्वं, घोराओ पाणिघायाओ ॥६०॥ करचरणनयणसवणुढघाणवियलाविलीणलावन्ना । जं उप्पज्जंति नरा, तं पाणिवहस्स फलमसुहं ॥६१॥
આ પણ એક ખેદની વાત છે. કે જીવહિંસા પાપ છે એ પ્રમાણે જાણવા છતાં પણ જીવ મધમાંસ શિકારાદિ વ્યસનને સંતોષવા માટે પ્રાણિઓની હિંસામાં પ્રવર્તે છે. પ૭
આ વાત ખરેખર દુઃખદાયક છે માટે જ બુદ્ધિમાન દયાળુ પુરૂષ દ્વારા સંભળાય પણ શી રીતે કે જે કેટલાક જ ધર્મની બુદ્ધિથી જ પ્રાણિઓને ઘાત કરે છે ૫૮.
પ્રયાગાદિ તીર્થોમાં જવાવડે શું ? અને વેદાદિ શાસ્ત્રોના અત્યાસાદિ વડે ય શું ? તેમજ હોમ-હવન કરવાથી પણ શું ? અને સેમરસનું પાન કરવાથી પણ શું ? ને પિતાના જેવા જુઓ અને જીવોની હિંસાથી ઉદ્દભવતાં દુ:ખોથી પોતાની જાતને બચાવી લો. જે જીવને આત્મતુલ્ય માનવામાં ન આવે તો તીર્થગમનાદિ પણ શું લાભ આપી શકે ? પ૯
આ વાત જાણી લો કે- લોકમાં જે કાંઈ સુખ દેખાય છે તે જીની રક્ષાથી ઉત્પન્ન થયેલું છે. અને જે કાંઈ દુઃખ દેખાય છે તે સઘળું ય ઘોર જીવહિંસાથી પેદા થયેલું છે ૬૦.
આ જગતમાં હાથ, પગ, આંખ, કાન, હોઠ, નાક, વગરના અને રૂપલાવણ્ય વગરના જે માણસે જન્મે છે, એ જીવહિંસાનું અશુભ ફળ છે. ૬૧.