Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
[૨૦]
સાધુ કોણ? તથા અસાધુ કેણ ? વંદનીક કોણ ? અને અવંદનીક કોણ? વિગેરે વાતો ઉપર પણ પૂરો પ્રકાશ પાડયો છે. (ગાથા ૧૧૫ થી ૧૪૦).
- ત્યાર બાદ આચાર્યની ગ્યતાને જણાવનારા આચાર્યના છત્રીશ ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીં એક વસ્તુ જાણવી જરૂરી છે કે—કેવા ગુણોથી યુક્ત ગુરૂ શાસ્ત્રોના રહસ્યોને સમજાવવાને અધિકારી છે. આચાર્ય પદ કેને આપી શકાય ? અપાત્રમાં આચાર્ય પદ પ્રદાન કરનાર તથા પરીક્ષા કર્યા વિના જ અપાત્રને ધર્મ આપનારા ગુરૂ કઈ કેટીમાં ગણાય ? ઈત્યાદિ વાત જણાવીને સુગુરૂના ઉપકારોનું વર્ણન કર્યું છે.
ત્યાર પછી પાંચ પ્રકારના ચારિત્રી, તેમના ભક્તિ-બહુમાન કેવી રીતે કરવા ?, “વર્તમાનમાં પણ ચારિત્ર ધર્મનું અસ્તિત્વ છે. જે કોઈ તેને નિષેધ કરે તેને શમણુસંઘ બહાર કરવાની ભગવાનની આજ્ઞા છે, અમુક ગુણો ન હોય એટલા માત્રથી ગુરૂપણું નથી એમ માનવું અનુચિત છે, વર્તમાનકાળમાં પણ ઉત્તમ ચારિત્રી સાધુઓ વિદ્યમાન છે.” ઈત્યાદિ જણાવીને પાંચ પ્રકારના પાસસ્થાદિ અવંદનીક સાધુનું વર્ણન કર્યું છે, તથા પરંપરાનું સ્વરૂપ બતાવીને પરંપરાને નામે આંધળી દેટ ન મૂકતાં તેને વિવેક કરવાને ઉપદેશ આપ્યો છે.
આજ્ઞાભ્રષ્ટ સાધુઓ સાથે કણે ક્યા સંયોગમાં કેવો વ્યવહાર કરવો, તે દર્શાવીને ઉત્સર્ગ અને અપવાદનું સુંદર વિવેચન કર્યું છે, લે છેલ્લે ઉપસંહારમાં હિતશિક્ષા આપતાં જણાવ્યું કે–વર્તમાનમાં અનુચિત પ્રવૃત્તિ કરનાર છને જોઈને તેમની કર્મ પરતંત્રતાને વિચારવી અને શુભ આચરણ કરનારા જીવોને જોઈને તેના પ્રત્યે બહુમાનભાવ ધારણ કરવો એટલું કહીને સાધુતત્વ નામનું ચતુર્થ તત્ત્વ સમાપ્ત કર્યું છે.
પાંચમા નવતત્વરૂપ તત્ત્વનું નિરૂપણ કરતાં જીવાદિ નવ તરો ઉપર સુંદર પ્રકાશ પાડ્યો છે. જીવતત્વના વર્ણનમાં જીવના નવ, ચૌદ અને બત્રીશ પ્રકારે, જેની આકૃતિ, ઈન્દ્રિયની શક્તિ, દશપ્રાણ, છ પર્યાપ્તિ, છોને આહાર, જીવોની સંખ્યા, છ વેશ્યા, ચારિત્ર, નિ, યોગ, ઉપયોગ, ચૌદ ગુણસ્થાનક, માર્ગણા આદિ વિષયને સ્પષ્ટ કર્યા છે. બાકીના આઠ તવોને સંક્ષેપમાં વર્ણવીને સમ્યક્ત્વ, મિથ્યાત્વ, મિથ્યાત્વની હાજરીમાં જીવની અવસ્થા, સમ્યગ્દર્શનને મહિમા, સમ્યગ્દર્શનને પામવાની યેગ્યતા, અને સમ્યક્ત્વનાં પાંચ લક્ષણ જણાવીને કહ્યું છે કે સમ્યગ્દષ્ટિ આત્મા પણ ચરણ અને કરણથી વિકળ હોય તે મુક્તિ પામી શકતા નથી. (ગાથા થી ૨૬૨)
આ પછી ચરણસિત્તરી અને કરણસિત્તરી દર્શાવીને, જ્ઞાનગુણ, તપગુણ, અને સંયમ ગુણનું મહત્ત્વ દર્શાવી તેની મેક્ષ કારણુતા દર્શાવી છે. (ગા. ૨૬૩ થી ૨૬૫)