Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
[૧૯ . શિથીલાચારમાં આસક્ત થઈને સન્માર્ગને સમજવા આવેલ ભદ્રિક પરિણમી આત્માઓને ઉન્માર્ગ સમજાવનારા સાધુઓને દુર્ગતિમાં પડતા બચાવવા સાચી હિતશિક્ષા આપી છે. (ગાથા ૯૩ થી ૯૬).
ગાથા ૯૭ માં કહ્યું છે કે ધર્મોપદેશક, ધર્મની દેશના અને ધર્મતા બે બે પ્રકારના હોય છે. દ્વિવિધ ધર્મોપદેશ – ૧–પ્રારંભમાં મધુર અને પરિણામે દારૂણ (ભયંકર), તથા ૨-પ્રારંભમાં કડવો અને પરિણમે હિતકારી હોય છે. દ્વિવિધા ધર્મદેશકઃ- ધર્મદેશના કરનારા પણ બે પ્રકારના છે:- ૧-પ્રારંભમાં મધુર અને પરિણામે દારૂણ ઉપદેશ આપે છે અને ર–પ્રારંભમાં કડવો તથા પરિણામે હિતકારી ઉપદેશ આપે છે. શ્રેતા પણ આ પ્રમાણે બે પ્રકારના છે: ૧–પ્રારંભમાં મધુર અને પરિણામે ભયંકર ઉપદેશ સાંભળે છે, ૨-કેટલાક પ્રારંભમાં કડવો અને પરિણામે હિતકારી ઉપદેશને સાંભળે છે. પહેલા પ્રકારના ઉપદેશ-ઉપદેશક અને શ્રેતાઓ ઘણું હોય છે, જ્યારે બીજા પ્રકારના ઉપદેશ–ઉપદેશક અને શ્રેતાઓ હંમેશા વિરલ હોય છે, જે આ વિષમ પરિસ્થિતિને ચિતાર આજે પણ વિશ્વમાં સ્પષ્ટ દેખાય છે. (ગાથા-૯૭)
આ પછી સદુપદેશક ગુરૂઓની ઉપકારક્તા વર્ણવીને વિશેષ ધર્માત્મા કદી - પણ ગાડરિયા પ્રવાહની જેમ ગુતાનુગતિક ધર્મ કરતું નથી. તથા તેવા આત્માની સ્થિતિ અને વિચારધારાને રજુ કરીને મોક્ષમાર્ગરૂપ ધર્મના વિષયમાં આગમનું પ્રમાણુ જ માન્ય રાખી શકાય એમ જણાવ્યું છે. (ગાથા ૮૮ થી ૧૦૫)
ગૃહસ્થલિંગ, ચરકાદિ કુલિંગ અને પાસસ્થા આદિ દ્રવ્યલિંગને સંસારને માર્ગ તથા સુસાધુ, સુશ્રાવક અને સંવિજ્ઞ-પાક્ષિકને મેક્ષમાર્ગ કહ્યો છે..
સમ્યગ્દર્શન, સમ્યફજ્ઞાન અને સમ્યક્યારિત્રને મોક્ષમાર્ગ કહ્યો છે તથા મિથ્યાદર્શન-જ્ઞાન–ચારિત્રને ઉન્માર્ગ જણાવીને સમ્યગ્દર્શનાદિની વ્યાખ્યા કરી છે તથા સાધુ અને શ્રાવકના ધર્મનું નિરૂપણ કર્યું છે. (ગાથા ૧૦૬ થી ૧૧૦)
ત્યાર બાદ આંતર શત્રુઓની વિષમતા જણાવીને તેનાથી બચવા માટે શ્રાવકે કેવી કેવી ભાવનાએ કરવી જોઈએ તે જણાવીને માર્ગ તત્ત્વનું નિરૂપણ પુરૂં કર્યું છે.' (ગાથા ૧૧૧ થી ૧૧૪)
ચેથા સાધુતત્વને સમજાવતાં અઢારદે વર્ણવી સાધુ તે દેના ત્યાગી હોય તેમ જણાવ્યું છે. સાધુના જીવનનિર્વાહ માટે આવશ્યક આહાર, પાણું, વસ્ત્ર, પાત્ર, વસતિ આદિ કેવાં હોવાં જોઈએ તે જણાવવા ભિક્ષાના બેતાળીશ દેનું વર્ણન કર્યું છે. તે ભિક્ષાને ગ્રહણ કરવા માટેના ઉત્સર્ગ તથા અપવાદ માર્ગને જણાવીને ક્યારે અને કઈ રીતે ક્યા આત્માએ ઉત્સર્ગને કે અપવાદને આશ્રય કરવો ઈત્યાદિ વાતને સારી રીતે ચર્ચવામાં આવી છે.