________________
( ૯ )
એટલું જ નહીં, જ્યાં જિનવચન અને ગુરુપરંપરા બે જુદા હોય; ત્યાં ગુરુપરંપરાને બળવાન ગણીને તેને જ અનુસરવાનું વિધાન છે. એટલે જ ‘ધર્મપરીક્ષા’માં મહો. શ્રી યશોવિજયજી મહારાજે કેવલીને કેવલજ્ઞાન-દર્શનનો ઉપયોગ યુગપત્ કે ક્રમશ ? એ મતભેદમાં, પ. પૂ. શ્રી જિનભદ્રગણિ કે ક્ષમાશ્રમણ અને પ. પૂ. સિદ્ધસેનદિવાકરસૂરિ, બેમાંથી એકની માન્યતા જિનવચનથી સર્વથા વિરુદ્ધ હોવાનું નક્કી હોવા છતાં, કોઈને મિથ્યાત્વ માન્યું નથી, કારણ કે તેઓ બંને પોતાની ગુરુપરંપરાને વફાદાર છે ! અહો ! ગુરુવચનની મહત્તા !
અને એટલે જ, ક્યારેક અનાભોગથી ગુરુ અસત્ય બોલ્યા હોય તો પણ ગુરુવચનને તત્તિ કરવામાં કોઈ દોષ બતાવ્યો નથી, ઊલટો ગુણ જ બતાવ્યો છે. (તત્તિ ન કરવામાં દોષ બતાવ્યો છે !) આ માત્ર દિગ્દર્શન છે. . ગુરુતત્ત્વની અનિવાર્યતા, મહત્તા, ઉપયોગિતા, એની ઉપાસના કરનારને પ્રાપ્ત થતાં અગણિત લાભો.. આશાતના કરનારને થતો દુરંત સંસાર વગેરેના અગણિત શાસ્ત્રપાઠો અને દૃષ્ટાંતો મળી શકે.
આપણું એ ૫૨મ સૌભાગ્ય છે કે આવું સુવિશુદ્ધ ગુરુતત્ત્વ આપણને સાંપડ્યું છે.. પોતાની સાધનામાં સદા નિરત અને છતાં નિઃસ્પૃહભાવે આપણને માર્ગ બતાડનારા ઉત્તમ સાધુ ભગવંતોની પ્રાપ્તિ આપણને થઈ છે.. ત્રણ લોકમાં અપેક્ષાએ પ્રભુપ્રતિમાની પ્રાપ્તિ સુલભ છે, કારણ કે અસંખ્ય છે, પરંતુ ગુરુતત્ત્વની પ્રાપ્તિ દુર્લભ છે, કારણ કે પરિમિત છે.
છતાં દુર્ભાગ્ય હોય છે કેટલાકનું કે દૂધમાંથી પોરા કાઢવા જેવી, ગુરુતત્ત્વના દોષદર્શનની પ્રવૃત્તિ કરે છે અને ગુરુનો બહિષ્કાર કરીને જાતને મોક્ષમાર્ગથી વેગળી કરે છે.. તેમના પરની કરુણાથી કોઈ પ્રાચીન શ્રુતધરે તેમને ગુરુતત્ત્વની સિદ્ધિ કરી આપતો આ નાનકડો ગ્રંથ રચ્યો છે, જેમાં સુંદર પદાર્થસંગ્રહ થયો છે. અને સંક્ષેપમાં થયેલા એ સંગ્રહ પર પૂ. મુનિરાજશ્રી યશરત્નવિજયજી મહારાજે વિસ્તૃત વિવેચન લખીને તેને સુબોધ બનાવ્યો છે.
એના અભ્યાસ દ્વારા ભવ્ય જીવોના હૃદયમાં ગુરુતત્ત્વની પ્રતિષ્ઠા થાય, અને એમની કૃપા મેળવીને તેઓ પ્રભુને પ્રાપ્ત કરે એ જ શુભાભિલાષા..
* સંશોધક *
૬. ભવ્યસુંદરવિ.
વિ. સં. ૨૦૬૯, ચૈત્ર સુદ દ્વિતીય સાતમ, વિલેપાર્લે (ઇસ્ટ), મુંબઈ.