________________
३९
दह २ जानां ईलावमांथो मळी आवेलां ताम्रपत्रो અને તેનું રક્ષણ કરવું. અને આમ કહેવાયું છે કે –સગરથી માંડીને બહુ કૃપાએ ભૂમિને ઉપભેગ
સ્યા છે. જે જે સમયે જે ભૂપતિ હશે તેને તે સમયે તેનું ફળ છે. અને અજ્ઞાનના ઘનતિમિરથી આવૃત થએલા મનવાળે જે માણસ આ દાન જપ્ત કરશે અથવા તેમાં અનુમતિ આપશે તે પંચમહાપાતકને અને અન્ય હાનાં પાપને દોષી થશે.
(પં. ૨૩) ભગવાન વેદ વ્યાસે કહ્યું છે કે –ભૂમિદાન દેનાર ૬૦ હજાર વરસ સ્વર્ગમાં વસે છે અને તે જપ્ત કરનાર તેટલાંજ વરસ નરકમાં વાસ કરે છે. પૂરાતન, ધર્મ, અર્થ અને યશની ઉત્પત્તિ વાળાં દાને પ્રતિમાને અર્પણ થએલી નિર્ભકત માલા જેવાં છે. કયે સુજન તે પુનઃ પાછાં લઈ લેશે ? તમારાં અથવા અન્યનાં કરેલાં ભૂમિદાનનું, હે નૃપમાં શ્રેષ્ઠ નૃપ ! રક્ષણ તું સંભાળ પૂર્વક કર. દાન દેવા કરતાં દાનની રક્ષા અધિક છે.
(૫. ૨૬) માધવના પુત્ર સંધિવિગ્રહાધિકૃત રેવથી લખાયું છે. (પં. ૨૭) શ્રી વીતરાગના પુત્ર શ્રી પ્રશાતરાગના હારા આ સ્વહસ્ત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com