________________
मांगरोलमांनी सोढडी वावमांनो शिलालेख
ભાષાન્તર શિવજીને નમસ્કાર છે શિવજીને મુકુટ, એટલે જટાજૂટ તમારું રક્ષણ કરો. જે જટાજૂટમાં ગંગા નદી આકાશથી ઉતાવળે ઉતરી, તે જાણે ચંદ્રમાં રૂપી કમળના નાળની ઈચ્છાને લીધે ઉતરતી દેવકની હંસણી જ હેય નહીં શું ! (૧) ઉત્તમ કીર્તિ વડે શોભાવ્યું છે ભૂતળ જેણે એવે; અને ગુણેએ કરીને મોટો એ શ્રીસિદ્ધરાજ રાજા રાજ કરીને, જ્યારે દેવગથી મૃત્યુ પામ્યો ત્યારે તરત અદભૂત મહિમાવાળા અને પુણ્યથી રુઢતા( નિશ્ચીતા ને પામ્યા છે ઉદય જેને, એ આ કુમારપાળ રાજ તેના રાજ્યનું સિંહાસન દબાવી બેઠા (૨) આ (કુમારપાળ) રાજાના રાજ્યમાં અહિં શ્રીગહિલ નામના વશમાં પુષ્કળ મોટાઈન આધાર અને પૃથ્વીનું ઘરેણું એ શ્રી સાહાર નામે થયો. તેને પુત્ર ચૌલય( સંલંકી )ના સૈન્યનું ગેપન કરનાર (સંતાડનારે) તથા વિખ્યાત એ સહજિગ નામે થયો. અને તેના પુત્ર પૃથ્વીમાં બળવાન અને સૌરાષ્ટ્ર દેશની રક્ષા કરવામાં સમર્થ થયા. (૩) એઓમાંના એક શરવીર સામરાજ નામે પ્રવીમાં પ્રખ્યાત થયે જેણે પોતાના પિતાને નામે (સહજિગેશ્વર ) મહાદેવનું સ્થાપન કર્યું. (૪) ચંદ્ર તથા ટેલરનાં પુષ્પ સરખા યશ વાળે સોમરાજ પૃથ્વીમાં પુણ્યની વૃદ્ધિ કરવા માટે શ્રી સોમનાથ દેવની કીર્તિને મેરુ પર્વત ઉપર આરહણ કરે (બેસે) તેવી કરી. આ સેમરાજને મોટો ભાઈ મૂલક સૌરાષ્ટ્ર નાયક હતા, તેણે આ મહાદેવની અખંડ પૂજા થવા માટે પોતાના વંશજોએ પાલવા લાયક વર્ષાસન કરી આપ્યું. ( ૬) ઠ૦ ( ઠાકોર ) શ્રી સહજિગના પુત્ર ઠ૦ (ઠાકોર) શ્રી મૂલુ કે શ્રી સહજિગેશ્વર મહાદેવની કાયમ પંચોપચાર પૂજા (સ્નાન, ચંદન, ધૂપ, દીપ, નૈવેદ્ય) થવા માટે માંગરોળની દાણુમાંડવીમાં પ્રતિદિવસ કાર્લાપણુ ( “શબ્દ સ્તોમમહાનિધિ' નામે કેષમાં લખ્યા પ્રમાણે જેને અર્થ પણ એટલે એક કર્ષિ વજનનો ૧ ત્રાંબાનો ૧ પિસો તેમજ દ્રમ્પને ' થાય છે તે ) એક તથા ખુશકી જકાતની ઉપજમાંથી પ્રતિદિવસ કાર્ષા પણ એક, તથા પિઠિયાની છાટ ઉપર કાપણ એક, દાણા ભરેલ ગાડા ઉપર કાષપણુ ચાર તથા ગર્દનની છાટ ઉપર કાષીપણુ અર્ધ, તથા સમસ્ત લોકેએ અને સર્વ વેલાળી ( નાગરવેલને ઉછેરી તેને વ્યાપાર કરનારાઓ ) એ પાનના ભાર, જે કે બીડ હરા, (બીડ ) કેરી, વાયા, એવા નામથી જે શબ્દો તે વખતે ઓળખાતા હશે તે પ્રત્યેક કાર્દાપણ અર્ધ, પાન ભરેલા દરેક ઊંટના ભારે કા ૨ અઢી, તથા પાન ભરેલ ગાડી પ્રત્યેકે દ્રમ્પ એક ક્ષેત્ર; (ખેતર ) માં ઉત્તમ પાક થાય ત્યારે પ્રત્યેક ક્ષેત્રે (ખેતરે ) કાર્લાપણું એક, તથા અગર(મીઠું પાકવાની જગાએ તેના કરેલા ઠગલા )માં ખુંટી, તથા ખરાળી, અને હાસા, પ્રત્યે કાણપણ એક; અને તેજ પ્રમાણે ચોરવાડ તથા બળેજમાં પણ લેવું; ને લાઠેદરા પરગણામાં રાહદારી જકાત માંડવીમાંથી પ્રતિદિવસે ઠ૦ શ્રી મૂલકે એક રૂપ આપે તથા ચારવાડમાં બીજા તમામ મહાજનેએ એકમત થઈને ચાર સીમાડાએ શુદ્ધ અને પ્રખ્યાતિ પામેલી તથા વૃક્ષોની ઘટાઓ સહિત અને વીસણવેલી ગામના માર્ગની સામે આવેલી દેગયા વાવ નામની વાવ, રાજાના અનુમતથી શ્રીસહજિગેશ્વર મહાદેવને આપી; તેમજ શ્રીવણથલીમાં દાણ માંડવીમાં પ્રતિદિવસ કાષીપણ એક, તથા જુગટામાં પ્રતિદિવસ કાર્લાપણું એક, તથા પાનની કેટડીમાં દિન પ્રત્યે પાન શત (સે) એક, તથા વીડહરા, કેરી, વાટુયા વગેરે પ્રત્યેકે પાન ૫૦ પચાશ, તથા તળારા(તળોદરા)ના ઉત્પન્નમાંથી તબેલીના હાટ પ્રત્યે પ્રતિદિવસે પાન બે, મડાવા (2) સોપારી એક, આ સઘળા દેવભાગ છે તે સર્વ ભવિષ્યના રાજાઓએ પાળવે અને માન્ય રાખવે; કારણ કે દાન દેવાનાં કરતાં દાનનું પાલન કરવું તે શ્રેય છે. (૧) દાન લેનાર શિવરૂપ છે અને દાન આપનાર તે મનુષ્ય છે, પાળનાર પુણ્યભાગી છે અને દાનનાં લેપ કરનાર મહાપાપી છે, એમ વિચારીને દાન જરૂર પાળવું. (૨) જે માટે કહેલ છે કે, સગરાદિ ઘણા રાજાઓએ પૃથ્વી ભેગવી છે, (પણ) જેની જેની જ્યારે પૃથ્વી હોય તેને તેને ત્યારે ફળ મળે છે. (૩) શ્રીમાન વિક્રમને સંવત ૧૨૦૨ તથા શ્રીસિહ સંવૃતુ રૂર આશ્વિન વદી ૧૩ સેમવારે આ પ્રશસ્તિ બનાવી. શ્રેષ્ઠ પાશુપતાચાર્ય ઉત્તમ મેટા પતિ શ્રી પ્ર સર્વાની આ પ્રશસ્તિ રચેલી છે.
* કાર્દાપણુ શબ્દ ૧૬ પણ તથા ૧ પણ એ બને અર્થ માટે ચાલુ છે. અને ૫ણ એટલે એક રૂપૈયાં ભાર ત્રાંબાને એક પિસે અથવા એંશી કેડીની બરાબર છે. અને ૧૬ પણ એક દ્રમ્મ છે. હવે આ લેખમાં કાણોપણ તથા દ્રમ્પ એ બને શબ્દ વપરાયા છે, માટે કાર્દાપણ ને અર્થે સેળપણ નહિ ગણુતાં એકજ પણ ગા યોગ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com