________________
નં. ૧૫૫ પ્રભાસપાટણમાં ભદ્રકાળીના મંદિરમાં રાજા કુમારપાલના સમયનો શિલાલેખ”
વલભી સંવત ૮૫૦ આષાઢ
(વિ. સં. ૧૨૨૫) પ્રભાસ પાટણ, જેને સોમનાથના પ્રખ્યાત મંદિરને લીધે સેમિનાથ પાટણ પણ કહેવામાં આવે છે, તે કાઠિયાવાડના નૈઋત્ય કાંઠા ઉપર આવેલું જૂનાગઢ તાબે એક હાનું શહેર છે. ત્યાં દેવી ભદ્રકાલીનું એક મંદિર છે. તેના પ્રવેશદ્વારની જમણી બાજુએ આ શિલા પડેલી છે. તે ૨૮ ઇંચ૮૧૮ ઇંચ ની સપાટીવાળી એક મોટી કાળી શિલા છે. અને તેના ઉપર પાસે
તથી પર પંક્તિઓ છે. શિલાના નીચેના ભાગ ત્રટી કટી જવાથી લેખને કેટલાક ભાગ નાશ પામ્યો છે. અક્ષરો ઉંડા કતરેલા નથી, તેથી તેની સારી નકલ લેવાનું મુશ્કેલી પડે છે. તેમાં લખ્યું છે કે, રાજા કુમારપાલે, પિતાના ધર્મગુરૂ ભાવ બૃહસ્પતિના લાગવગથી શિવ અને અંબિકાનાં કેટલાંક મંદિર બંધાવ્યાં તથા સમરાવ્યાં હતાં, અને એક વાવ બેદાવી હતી, તથા વિદ્વાન બ્રાહણેને જમીનનાં દાને આપ્યાં હતાં. તેના ઉપર ઈ. સ.૧૧૬૯ ને મળતું વલભી સંવતનું વર્ષ ૮૫૦ લખેલું છે. લેખ સંસ્કૃત પદ્યમાં છે, અને લિપિ દેવનાગરી છે.
•
જા. મા. સં. ઈ. પા. ૧૮૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com