________________
નં. ૧૬૪ ભીમદેવ ૨ જાને જામનગરના ભરાણુને શિલાલે
વિક્રમસંવત ૧૨૭૫ ભાદરવા સુદ. કાઠિઆવાડમાં જામનગર તાબે ખંભાળીઆ નજીક ભરાણું એ એક નાનું ગામડું છે. આ ગામની પશ્ચિમે ભાવને મઠ છે, જેમાં એક ખુલે એટલો છે જેની બાજુએ ગણપતિની છબી કોતરેલી છે. આ બાજુ ઉપર આ શિલાલેખ ચણી લીધેલો છે, અને તેના ઉપર ગાયનું ચિત્ર છે.
શિલાલેખનું મા૫ ૧૫૪૮” છે. નવ પતિએ કરેલી છે, જેમાંથી છેલ્લી બે અને પહેલી અને જેથી પંક્તિઓના થોડા અક્ષરે બિલકુલ અસ્પષ્ટ છે. અણહિલપુરના રાજા ભીમદેવે નીમેલા સૌરાષ્ટ્રના સુબા શ્રીસામંતસિંહનું નામ તેમાં વર્ણવ્યું છે. આ સુબાના આદેશથી એક વાવ બંધાવવામાં આવી હતી, અને તેની ચાલુ સ્થિતિ માટે ભરાણ ગામની માંડવીની ઉપજમાંથી ખર્ચની ગોઠવણ કરી હતી.
આ લેખ દેવનાગરી લિપિમાં લખેલો છે, અને સંસ્કૃત ગદ્યમાં છે. તેનું વર્ષ વિકમ સંવત ૧૨૭૬ એટલે ઈ. સ. ૧૨૧૯ છે.
૧
ભા. મા. સં. ઇ. પા, ૧૦૪-૦૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com