Book Title: Gujaratna Aetihasik Lekho Bhag 02
Author(s): Girjashankar Vallabhji Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 370
________________ નં૦ ૧૭૧-૧૮૫ આબુગરિના જૈન લેખો લેખ નં. ૪ થી ૧૮ વિક્રમ સં. ૧૨૮૮ (લેખ ને ૪ થી ૧૮) નિં. ૪ થી ૩૨ ના લેખે ઉપરથી જણાય છે કે પછીનાં વર્ષોમાં પણ તેજપાલે મંદિરને વધારવાનું તથા શણગારવાનું કાર્ય ચાલુ રાખ્યું હતું. આ લેખે મંદિરની ઓસરીનાં કેટલાંક ન્હાનાં ભેંયરામાંના મંદિરોનાં તરંગ ઉપર કોતરેલા છે. તેમાં લખ્યું છે કે, તેજપાલે પોતાના કુટુમ્બનાં કેટલાંક માણસેના પુણયને અર્થે આ હાનાં મંદિરો અને જીને તથા તીર્થંકરોની માર્તિઓ ઉભાં કરાવ્યાં હતાં. તેમાં આવતા ઈલકા સામાન્ય રીતે જાણવા છે. “બાન,” “વાસનું રૂ૫ સૌથી વધારે વપરાયું છે. તે ઈલકાબ તેજપાલે તથા તેનાં ઘણું ખરાં કુટુમ્બીઓએ ધારણ કરેલો છે. પરંતુ લેખ નં. ૨૪ અને ૨૬-૩૧ માં આવતી વંશાવલીમાં તેજપાલના પૂર્વ ચ૭૫ અને ચ8પ્રસાદ, તેને પિતા અશ્વરાજ અથવા આસરાજ અને તેની માતા કુમારદેવી, એને “ ' નો ઈલકાબ આપે છે, જે “ જાને બદલે છે, જ્યારે ચડપ્રસાદના પુત્ર અને અશ્વરાજના પિતા તેમને દરેક વેળા “” કહેવામાં આવે છે. આથી સ્પષ્ટ જણાય છે કે આ બે ઈલકાબ વચ્ચે કંઈકતફાવત હવે જોઈએ, જેકે આ તફાવત બહુ મેટ નહીં હોય, કારણકે, ચણ૩૫ અને અધરાજને લેખ નં. ૩ થી ૮, ૧૦-૧૮, ૨૧-૨૩, અને ૩૨ માં “ઘ' પણ કહ્યા છે. લેખ નં. ૩૨ માં તેજપાલની બીજી સ્ત્રી સુહડાદેવીની માતા સંતોષાને સને ઈલ્કાબ આપે છે. સુહડાદેવીના માતામહ અને પ્રમાતામહને “ક” કહ્યા છે. લેખ નં. ૨૬-૧૭ અને ૩૦ ઉપરથી જણાય છે કે તેજપાલને વડિલ બંધુ વસ્તુપાલ “સંપત્તિ અને ઈલ્કાબ ધારણ કરતે હતો. કીર્તિક સુદી એના ૯ મા સર્ગ ઉપરથી જણાય છે કે તેને આ ઈછાબ શત્રુંજય, રેવતક, અને પ્રભાસનાં મેટાં તીર્થોની મહાયાત્રાની વ્યવસ્થા કરી આગેવાની લીધી હતી તે બદલ મળે હતે. આ ઈલકાબ સગ ૯ શ્લેક ૧૨ માં આવે છે. તેમાં કહ્યું છે કે, “બીબ સર્વ જગ્યા પછી તે જમતે, જ્યારે બીજું સર્વ યાત્રાળુઓ ભર ઉંઘમાં આવી જતાં ત્યારે તે ઉંઘતે. નિદ્રામાંથી જાગવામાં તે સૌથી પહેલો હતો. આ રીતે તેણે “સંઘપતિ નું વ્રત પાળ્યું. તેજપાલનાં સીસંબંધીઓને સાત વાર માને ઈલ્કાબ લગાડ છે. (લેખ નં. ૪,૧૧,૨૬,૨૭,૨૯-૩૧). નં. ૩૨ માં તેજપાલની બીજી સ્ત્રી સુહડાદેવીનું કુટુંબ જે શાખાનું હતું તે પદનમાં મહ જ્ઞાતિનું હોવાનું આપ્યું છે. જે સાધુઓની મૂર્તિઓ મૂકેલી છે તે આ છે–જિન સુપા, (નં. ૧૨ ), મુનિ સુવત (નં. ૨૧), વારિસેણે (નં. ૨૪), ચન્દ્રાનન (નં. ૨૫ ), શાશ્વત જિન રાજ્યમાં (નં. ૩૦) શાશ્વત જિંન વર્ધમાન ન ૩૧ ), અને તીર્થકરે –સીમંધર સ્વામિન (નં. ૨૬ ) જિર્ન યુગધર સ્વામિન્ (નં. ર૭) જિન બાહુ (ન૨૮), અને સુબાહુ (નં૦ ર૯) લેખ નં. ૪-૧૮ માં વિક્રમ સંવત ૧૨૮૮ છે; નં૦ ૧૯-૨૩ માં વિકમ સંવત ૧૨૯૦ છે; લેખ નં. ૨૪-૨૫ માં વિકમ સંવત ૧૨૯૩ ના ચિત્ર કૃષ્ણપક્ષ ૭ ની તિથિ છે. નં. ૨૬-૩૧ માં વિકમ ૧૨૭ ના ચૈત્ર કૃષ્ણ પક્ષ ૮ ને શુક્રવાર છે. આ વર્ષે કાર્તિકાદિ વિ. ૧૨૯૩ ગત, અને પૂર્ણિમાન્ત” ચિત્ર માટે શુકવાર, ૨૭ મી ફેબ્રુવારી ઈ. સ. ૧૨૩૭ ની બરાબર થાય છે. ન. ૩૨ માં વિક્રમ સં. ૧૨૯૭ વૈશાખ વદ ૧૪ ગુરૂવાર છે, ને કાર્તિકાદિ વિ. ૧૨૭ ગત અને પૂર્ણિમાન્ત વૈશાખ માટે ગુરુવાર ૧૧ એપ્રિલ ઈ. સ. ૧૨૪૧ ના બરાબર થાય છે. - ૧ એ. ઈ. વ. ૮ પા. ૨૨૩ થી ૨૨૯ પ્રો. એચ. યુડર્સ. ૨ આ ચાર તીર્થકરને લિંકબાણ’ વ વિરોષણ ઉગાડયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398