________________
भीमदेव २ जानुं दानपत्र
ભાષાન્તર–સારરૂપે
નીચે પ્રમાણે તારીખથી લેખને આરંભ થાય છે:—શ્રીમાન વિક્રમ રાજાના કાળ પછી સંવત ૧૨૬૯ મા વર્ષમાં અને લેાક્રિક માર્ગમાસ શુકલપક્ષ ૧૪ ને ગુરુવારે; અથવા સંખ્યામાં વિક્રમ વર્ષ ૧૨૬૬ વર્ષે અને સિંહ સંવત ૯૬ વર્ષે લૌકિક માર્ગમાસ સુદિ ૧૪ ને ગુરુવારે; ઉપર કહેલા સંવત, માસ, પક્ષ, દિન અને તિથિએ આજે; અણહિલપાટક પ્રસિદ્ધ શહેરમાં; અને ત્યાર પછી તે નીચેની વંશાવલી આપે છેઃ—
९९
પરમભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વર શ્રીમાન મૂલરાજદેવ (પહેલેા ) ( પં. ૫) તેના પાદાનુયાત ૫. મ. ૫. શ્રીમાન્ ચામુણ્ડરાજદેવ (પં. ૬) હતે. તેના પાદાનુધ્યાત ૫. મ. પ. શ્રીમાન્ દુર્લભરાજદેવ હતા. (પં. ૭) તેને—પાદાનુધ્યાત ૫. મ. પ. શ્રીમાન્ ભીમદેવ (પહેલે) ( પં. ૮) હતેા. તેના પાદાનુખ્યાત ૫. મ. ૫. કૈલાયમલ્લના ઉપનામવાળા શ્રીમાન્ કર્ણદેવ હતા. ( પં. ૯ ) તેનેા પાદાનુખ્યાત ૫. મ. ૫. અવન્તિનાથ અને વરવરકાનેા પરાજય કરનાર, સિદ્ધચક્રવર્તિના ઉપનામવાળા શ્રીમાન્ જયસિંહદેવ ( પં. ૧૧) હતેા. તેના પાદાનુધ્યાત વિષ્ણુ ભગવાન્ સરખા પ્રૌઢ પ્રતાપી, શાકંભરીના રાજાને પરાજય કરનાર ૫. મ. ૫. શ્રીમાન્ કુમારપાલદેવ (પં. ૧૩) હતા. તેનેા પાદાનુધ્યાત કલિયુગમાં રામ જેવું નિષ્કલંક રાજ્ય કરનાર, અને જેણે સપાદલક્ષ દેશના રાજા લક્ષ્યાપાલ પાસેથી ખંડણી લીધેલી તે ૫ મ. પુ. શ્રીમાન્ અજયપાલદેવ ( ૫. ૧૫ ) હતા. તેને પાદાનુધ્યાત કાવિના દુર્રય રાજા નાગાર્જુનના પરાજય કરનાર ૫. મ. ૫. શ્રીમાન મૂલરાજદેવ ( ખીન્ને ) ( ૫. ૧૭) હતા અને તેના પાદાનુધ્યાત ૫. મ. ૫. શ્રીમાન્ ભીમદેવ ( ખીન્ને ) ( ૫. ૧૯) અભિનવ સિદ્ધરાજદેવ નામધારી સાક્ષાત્ આલનારાયણ( વિષ્ણુ )ના અવતાર છે તે હતેા.
રાજા ભીમદેવ ૨ ખીજાના રાજ્ય સમયમાં જ્યારે તેના પાદપદ્મોપજીવિન્ મહામાત્ય શ્રી રત્નપાલ (૫. ૨૦) રાજ મુદ્રાને લગતાં સમસ્ત કેામી અને ખીજાં ખાતાંની દેખરેખ રાખતા હતા; અને પેાતાના ધણીની પ્રસાદીથી પ્રાપ્ત કરેલ સૌરાષ્ટ્ર મણ્ડલના ઉપભેાગ (૫. ૨૨) વામનસ્થલી શહેરમાં પાતાના પ્રતિનિધિ મહાપ્રતિહાર સેામરાજદેવદ્વારા કરતા હતા. ( પં. ર૩) જ્યારે ( પં. ૨૩) મહત્તર અથવા મહત્તમ શ્રી શેાભનદેવના કુળ સહિત પાંચ કુળાની અનુમતિથી નીચે પ્રમાણેનું દાનપત્ર જાહેર થયું હતું (૫. ૨૫ )ઃ—
પ્રાગ્માટ જાતિના વાલહરાના પુત્ર મહિપાલે, ઘટેલાણા ગામના (૫. ૨૬) દક્ષિણ ભાગમાં વાપી કરેલા અને પ્રપા પણ કરાવ્યે છે. અને નાગર જાતિના પારાશરના પુત્ર માધવને ≥લાણા ગામમાંના (૫. ૨૮ ) વાપી સાથે જોડાએલું ૫૦ પાશનું (૫, ૨૯) ખેતર અપાયું છે. તેની સીમાઃ—પૂર્વમાં સુમચણ્ડનું ખેતર, ને સેાષડી નદી (પં. ૩૦ ); દક્ષિણમાં પણ સેાષડી નદી; પશ્ચિમે રૌતવેદગર્ભના કમજાનું ખેતર; અને ઉત્તરે રાજમાર્ગ છે.
વળી (પં. ૩૧) ગામના ઉત્તર દિશાના ભાગમાં વાયવ્ય ખૂણે આવેલું પ્રપાક્ષેત્ર જેની ભૂમિ ૧૦૦ પાશ ( પં. ૩૩ ) છે તે ખીજું ખેતર પણ આપ્યું છે. તેની સીમાઃ—પૂર્વે રાજકીય ભૂમિ; દક્ષિણે મેહર સાયાનું ખેતર, પશ્ચિમ ભૂહુરડા (૫. ૩૪) ગામની સીમા અને ઉત્તરે વણની સીમા છે.
તેમ વળી આકવલીયા ગામમાં ઉત્તર ભાગમાં એક ખંડ ધાન્ય ઉત્પન્નવાળું ૧૦૦ પાશનું ખેતર આપ્યું છે ( ૫. ૩૬) તેની સીમાઃ—પૂર્વમાં સાકલીયા ( ૫. ૩૭) ગામની હદ; દક્ષિણે વરડી ગામની હદ; પશ્ચિમમાં ધઢેલાણા ગામ જતા માર્ગ (પં. ૩૮) અને ઉત્તરે વણિ છે.
છે. ૭૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com