________________
१००
गुजरातना ऐतिहासिक लेख તેમ જ વળી ભૂહરડા ગામમાં (પં. ૩૯) એક ખંડ નિપજવાળી ૧૦૦ પાશ ભૂમિ આપી છે. તેની સીમા–પૂર્વે ઘટેલાણ ગામની હદ; દક્ષિણે સમડીયા ગામની હદ; પશ્ચિમે ગામ વહણિની હદ અને ઉત્તરે સીવલીયા ગામની વહણિની હદ છે (પં. ૪૧)
આ વાપી અને પ્રપા (પં. ૪૫) ને લગતું ખર્ચ માધવને શિર છે અને તેમ થાય ત્યાં સુધી માધવ અને તેનાં સંતાનોની પરંપરા આ ચાર ખંડ નીપજવાળી જમીન મેળવી શકશે.
[પછી ૪૭ પંક્તિમાં આશીર્વાદાત્મક અને શાપ આપનાર એક લેક છે. તે પછી દાનપત્રના સાક્ષીઓનાં નામની યાદી આપેલી છે, જેમાં તેમનાથદેવને સ્થાનાધિકારી અથવા સ્થાનપતિ દુર્વાસ. વિસટેશ્વર દેવના મઠને સ્થાનપતિ વિસ્વલજ (પં. ૫) કેદાર દેવના મના સ્થાનાધિકારી બ્રહ્મા, કપાલેશ્વરી દેવના મંદિરને સ્થાન પતિ ક્ષદજા (પ. ૫૧) બ્રહ્મપુરી ગામના ઈક્ષા (?) (પં. પર) પ્રાગ્વાટ શ્રેષ્ઠિ ઘર/ગ (પં. ૫૪); અને ગુર્જર મહાજન અને શ્રેષ્ટિ યજકનાં નામોને સમાવેશ થાય છે ]”
વાપી ખલક, કથ્થક અથવા કરછક, ગોપથ અને ગપ્રચારક્ષેત્ર (ચ) ભાગવટાનાં છે (પં. ૫૫) દૂતક કદાચ સેમરાજદેવ પોતે જ છે અને ધર્મવહંકામાં દંતકથી આજ્ઞા અમલમાં મૂકાઈ છે અને ત્રાંબાના પતરા પર આજ્ઞાપત્ર લખાય છે (પં. પ૫)”
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com