________________
श्रीधरनी देवपाटणप्रशस्ति વીર હમીર” બહુધા મુસલમાન સેનાપતિમાંને એક હતું, જેણે એક કરતાં વધારે વખત ચઢાઈ કરીને ભીમદેવના રાજ્ય સમયમાં ગુજરાત ટુંક સમય માટે જિત્યું. રાજનીતિમાં અને યુદ્ધમાં આ વિજયે કેટલા મહાન અને અગત્યના ખરેખર હતા એ શંકાસ્પદ જ રહેવું જોઈએ. કારણુકે પ્રશસ્તિઓ રચનારથી નાનાનું મોટું (અતિશયોકિત) થાય છે. શ્લોક ૪૪ આપણને જણાવે છે કે શ્રીધર સોમનાથ પાટણુમાં રહિ સ્વામીના સ્થળે પોતાની માતાની યાદગીરી માટે વિષગને અર્પણ કરેલાં બે મંદિરો બંધાવ્યાં. અને એક શિવનું મંદિર પોતાના પિતા વિશ્વના નામથી બંધાવ્યું. બાકીના શ્લોક એટલા બધા ખરાબ થઈ ગયા છે કે તેમના લખાણું માટે કંઈ ખાત્રીપૂર્વક કહેવું અશકય છે. વિ. સં. ૧૨૭૩, વિશાખ શુદિ, ૪ શુક્રવાર, એ તિથિ પ્રોફેસર જેકેબીના ટેબલો (કઠા ) પ્રમાણે (એ. ઈ. વૉ. ૬ પૃષ્ટ ૪૦૩ અને પછી ) ઈ. સ. ૧૨૧૬ એપ્રીલ ૨૨ શુક્રવાર સાથે મળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com