________________
गुबरातना ऐतिहासिक लेख
ભાષાન્તર-સાર રૂપે. “પૂર્વ પ્રમાણે રાજાવલી” એમ પૂર્ણ વંશાવલી ભીમદેવ ૨ જાના વિક્રમ સંવત ૧૨૬૬ ના દાનપત્રમાં આપી છે તેને ઉલ્લેખ કરીને લેખ આગળ જણાવે છે કે –
–૯૭ મા વર્ષના (પંક્તિ ૧) ચૈત્ર, શુકલપક્ષ ૧૧ ને રવિવારે આજે અહીં પ્રસિદ્ધ અણુહિલ્લ પાટક શહેરમાં મહારાજાધિરાજ, શ્રીમાન્ ભીમદેવ બીજે (૧,૩) કચ્છ મડલ, જેને તે ઉપલેગ કરે છે ત્યાંના સમસ્ત રાજપુરૂષ અને બ્રાહ્મણેત્તર સમસ્ત પ્રજાને જાહેર કરે છે કે –
“તમને જાહેર થાઓ કે આજે સંક્રાતિના ઉત્સવમાં (૧,૫) ભગવાન્ ભવાનીપતિ શિવની, જડ અને ચેતનના એ પિતાની પૂજા કરીને હરસથાણું (૧,૭) ગામમાં વાપીપટકમાં પિલાણવાળી ભૂમિમાંથી એક હલવાહા ભૂમિ આ દાનપત્રથી પ્રસન્નપુર સ્થાનથી આવેલા વસ્ત્રના દાદરના પુત્ર ગોવિદને આપી છે.
આ ભૂમિની સીમા (૧,૮) – પૂર્વમાં બ્રાહ્મણ દાદરના કબજાને વાપી પુરક; દક્ષિણે વિકરિયા ગામનાં ખેતરા; પશ્ચિમે મહત્તર કે મહત્તમ કેશવની માલિકીને વાપી અને ઉત્તરે એક માર્ગ છે.
[૧૧ થી ૧૪ પંકિતમાં દેનાર ભાવિરાજાઓને દાન ચાલુ રાખવા આજ્ઞા કરે છે. અને ભાગવાનું વ્યાસની કૃતિના ચાલુ આશીર્વાદાત્મક અને શાપ આપનારા બ્લેકમાંથી એક શ્લોક ટાંકે છે! જેની સમાપ્તિ ૧૪ પંકિતમાં “ઈતિ” શબ્દથી થાય છે.]”
૧૪થી૧૬ પંક્તિઓ આપે છે કે દાનપત્ર કાંચનના પુત્ર કાયસ્થ વટેશ્વરથી લખાયું હતું. અને દૂતક મહાસાંધિવિગ્રહિક ચડશર્મા હતે.
લેખ “ શ્રીમાન ભીમ દેવના” એવા તે રાજાના સ્વહસ્તને લગતા શબથી સમાપ્ત થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com