________________
प्रभासपाटणमां भद्रकाळीना मंदिरमां राजा कुमारपालना समयनो शिलालेख
ભાષાન્તર
६५
( ૧ ) શિવને નમસ્કાર હૈાને. ભવાનીપ્રિય શંકરને તેની કેપિત સહુચરીએ હૃદ તમારી જટામાં હું ગંગાની હાજરી સહન કરૂં છું તેથી એ શઠ ! તમે તમારા કર્ણેમાં તેની લીલા કરાવે છે! અને ક્રમે તમે તેને તમારા અંકમાં લીધી છે. '' એમ ઉદ્દેશ્યા ત્યારે શ્રીશંકરે કહ્યું નારીઆમાં શ્રેષ્ઠ ! ગુરૂ ગંડની આ કીર્તિ મારી ભ્રમરનું ભૂષણ માત્ર છે તે (શંકર ) તમારી રક્ષા કરે,
(૨) વિશ્નરાજ ગણપતિ જય પામે. હું તમને નમન કરૂં છું. સંત ખંડના ગુÀાની પ્રશસ્તિનું કાર્ય કરૂં ત્યાં સુધી મારા વાણી પ્રવાહ ચાલુ રહે તે માટે સરસ્વતિ મને નવેકિતની શક્તિની પ્રસાદી અk.
(૩) કામદેવના અંગને ભસ્મ કરનાર શંકરથી પવિત્ર થએલેા, અને તેને શિર પર ધારનાર દેવની આજ્ઞાથી પાતે જ પ્રસારેલી આ પદ્ધતિ સત્યુગમાં પાર્વતી શાપથી અદૃશ્ય થએલા પશુપત મતના બુદ્ધિમાન અનુયાયીઓને આપી દેનાર શશિને વિજય થાએ,
(૪) જ્યારે કલિયુગના થડા સમય વહી ગયા ત્યારે શંકરે મંદિરને જીર્ણ હાલતમાં જોઇ નન્દીશ્વરને તેના ઉદ્ધાર કરવા આજ્ઞા કરી.
(૫) શ્રી કાન્યકુબ્જ વિષયમાં વારાણસી નગરીમાં જે દેવતાનું, ધર્મનું અને મેાક્ષનું સ્થાન હતું તે વિખ્યાત પુરીમાં દ્વિજવરના ઘરમાં શિવની આજ્ઞાથી નન્દીશ્વરે જન્મ લીધા અને પશુપતિનું વ્રત કર્યું.
( ૬ ) તે તપના નિષિ યાત્રા માટે, નૃપાને દીક્ષા આપવા માટે અને પશુપતિનાં સ્થાનાની રક્ષા કરવા માટે નીકળ્યુ.
(૭) અતિ વિદ્વાન, અખિલ જગથી પૂજિત, વિવિધ યાત્રા કરનારાએાના ઉપમાનની પદવી પ્રાપ્ત કરનાર, નકુલિશ સમાન દેહવાળા, મુનિએથી પૂજાતા, કામદેવ સમાન, અને તેને પોતાના આગમ સ્પષ્ટ કરતાં એકત્ર મૂકેલાં શાસ્ત્રા સમાન, ભાવ બૃહસ્પતિ ધારાપુરી ગયા.
(૮) માલવા અને કાન્યકુબ્જ અને ઉજ્જનમાં કરેલાં તપથી, પરમારાને તેના શિષ્ય બનાવી, મઠાનું સુરક્ષણ કરીને અને તેની સાથે અતિ પ્રસન્ન થયેલા જયસિંહદેવ નૃપના ભ્રાતૃભાવ પ્રાપ્ત કરીને, ત્રિભુવનમાં ભાત્રબૃહસ્પતિની મતિ સર્વથી ઉજજવળ ભાસે છે.
(૯) આ જગમાં તેના જન્મનું કારણ શંભુએ સ્મરણુ કરાવ્યાથી, પવિત્ર મનના ભાવ ગૃહસ્પતિએ મંરિના ઉદ્ધાર કરવા વિચાર કર્યાં તે દિવસે સિદ્ધરાજે અંજલિ કરીને તેને સર્વથી શ્રેષ્ઠ માન આપ્યું અને અતિશ્રદ્ધાથી તેની સેવા કરી.
( ૧૦ ) જ્યારે તે નૃપ સ્વર્ગમાં ગયા ત્યારે અચિંત્ય મહિમાવાળા, ભલ્લાદેશ અને ધાર નગરીને સ્વામી જાંગલના ધનવાન નગરના ગજ સમાન રાજાઓનાં શિરપર તરાપ મારતા સિંહ સમાન અને પેાતાના શૌર્યથી તેજસ્વી એવા કુમારપાલ રાજા ગાદી પર આવ્યેા.
( ૧૧ ) ત્રિભુવનમાં કલ્પતરૂ સમાન શ્રી કુમારપાલ રાજા રમ્ય અને વિજયી સિંહાસન પર રાજ્ય ચલાવતા ત્યારે ગંડ ભાવ બૃહસ્પતિએ શિવનું મંદિર જીર્ણ સ્થિતિમાં જોઈ તે દેવનું મંદિર ઉત્ક્રરવા રાજાને કહ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
( ૧૨ ) શંકરના શાસનથી મહાન્ મંદિર બંધાવનાર, ચાર વ@Îથી માન પામેલા, ઢ મનના, ગાર્ગેય ગાત્રમાં જન્મેલા શ્રી બૃહસ્પતિને પૃથ્વીપર ગંડેશ્વરના નામથી વિખ્યાત, ગેાત્ર મંડલમાં શ્રેષ્ઠ હાઈ સર્વના સ્વામિ કુમારપાલે બનાત્મ્યા.
www.umaragyanbhandar,com