________________
નં. ૧૫૪ જૂનાગઢમાં ભૂતનાથના મંદિરમાં રાજા કુમારપાલના સમયને શિલાલેખ.
વલ્લભી સંવત ૮૫૦
(વિ. સં. ૧૨૨૫ ઈ. સ. ૧૧૬૯) આ લેખ કઠણ કાળા પત્થર ઉપર કતરેલો છે. તેની સપાટીનું માપ ૨૦ ફુટx૧૨ પુટ છે. જૂનાગઢના પ્રતિષ્ઠિત નાગર બ્રાહ્મણ મી. નૃસિંહપ્રસાદ હરિપ્રસાદે બંધાવેલા ભૂતનાથના શિવમંદિરમાં તે હાલ રાખે છે. પરંતુ તેમાં લખ્યું છે કે, ધવલની પતિનએ બે શિવમંદિરે બંધાવ્યાં હતાં અને તેના પિષણ માટે એક ગામ દાનમાં આપ્યું હતું. આ ધવલ, કદાચ આગળના લેખમાં જણાવેલો, કુમારપાલ રાજાને મંત્રિ થશેાધવલ હશે. લેખને મધ્ય ભાગ ધણેખરે નાશ પામ્યો છે અને તે ભાગના અક્ષરે તદ્દન ભૂંસાઈ ગયા છે. તેમાં એકંદરે હાલની દેવનાગરી લિપિમાં લખેલી સંસ્કૃતની ૩૪ પંક્તિઓ છે. તેમાં આપેલી તારીખ જાણવા જેવી છે કારણકે તેમાં બે જુદા સંવતે આપ્યા છે એક, વલ્લભી અને બીજો સિંહ પહેલા સંવતનું વર્ષ ૮૫૦ બીજના વર્ષે ૬૦ ને મળતું આવે છે, અને મને ઈ. સ. ૧૧૬૯ ને મળતાં આવે છે.
૧
પ્રા. સં. ઈ. ૫, ૧૮૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com