________________
गुजरातना ऐतिहासिक लेख અસ્તિત્વ કાળ સુધી, પુત્ર, પૌત્ર અને વંશજોના ઉપગ માટે, આજે ચંદ્રગ્રહણના સમયેમાઘ, શુદી ૧૫ ને દિને બ્રાદાય તરીકે, બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર, અતિથિ, પંચમહાયજ્ઞના અનુષ્ઠાન અર્થે ગિરિનગર શહેરથી આવતા, ચતુર્વેદિ મધ્યેના, "શ્રાવાયનસ ગોત્રના, વાજસમય માયન%િ સબ્રહ્મચારી, બ્રાણુ દત્તની પુત્ર, અમારાથી કલુમ્બર નામથી બોલાવાતા, બ્રાહ્મણ દેવસ્વામિને પાણીના અર્થ સાથે આપ્યું છે.
(પં. ૩૧) આથી તે બ્રહ્યદાયના નિયમ અનુસાર તેને ઉપભેગ કરે, ખેતી, કરે, અથવા ખેતી કરાવે, કોઈને સેપે ત્યારે કોઈ એ પ્રતિબંધ કરે નહિ. આ અમારા દાનને, અમારા વંશના કે અન્ય ભાવિ નૃપોએ અનુમતિ આપવી અને તેનું રક્ષણ કરવું જોઈએ. જે અજ્ઞાનના તિમિરથી આવૃત થએલા ચિત્તવાળે આ દાન જપ્ત કરશે અથવા જતિમાં અનુમતિ આપશે તે પંચમહાપાપ અને અન્ય ન્હાનાં પાપને દોષી થશે.
(પં. ૩૪) અને વેદ વ્યાસે કહ્યું છે કે –ભૂમિ દાન દેનાર ૬૦ હજાર વર્ષ સ્વર્ગમાં વસે છે પણ તે જપ્ત કરનાર અથવા તેમાં અનુમતિ આપનાર તેટલાં જ વિષે નરકમાં વાસ કરે છે. જે ભૂમિદાન જપ્ત કરે છે તે વિંધ્યાદ્રિના નિર્જલ વનમાં, વૃક્ષના શુષ્ક પિલાણ(કેટર)માં વસતા કાળા સપને જન્મ લે છે. સગરથી માંડીને બહ ભૂપેએ ભૂમિના ઉપભેગ કર્યો છે. જે જે સમયે જે ભૂપતિ હશે તેને તે સમયે આ હમણું કરેલા દાનનું ફળ મળશે. સુવર્ણ અગ્નિનું પ્રથમ ( પહેલું) બાળ છે, પૃથ્વી વિશ્વની છે; ગાયે સૂર્યની પુત્રીઓ છે. જે સુવર્ણ, ગાય, અને ભૂમિનું દાન કરે છે તે અખિલ ત્રણ ભુવન આપે છે. ધર્મ, અર્થ અને યશના ફળવાળાં પૂર્વેના નપએ કરેલાં દાને, ઉપભેગ કરેલી માલા જેવાં છે. કયે સુજન તે પુનઃ પાછાં લઈ લેશે ? પ્રમાં શ્રેષ્ઠ ! એ યુધિષ્ઠિર તારાથી કે અન્યથી અપાયેલી ભૂમિનું સંભાળ પૂર્વક રક્ષણ કર; દાનનું રક્ષણ દાન આપવા કરતાં વધારે સારું છે !
(પં. ૪૧)ગિકના પુત્ર મહાસેનાપતિ કેશવથી સંવત ૪૫૬ ના માઘ શુ, ૧૫ ને દિને લખાયું. દૂતક-સેના અધિકારી બાપુલ છે. સંવત ૪૦૦ અને ૫૦ અને ૬ માં માઘ શદિ ૧૦ અને ૫ ને સોમવારે તૈયાર કરવામાં આવ્યું તે આ મારા અર્થાત શ્રી જયભટના સ્વહસ્તે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com