________________
નં. ૧૩૨ કપડવંજનું કૃષ્ણ ૨ જાનું દાનપત્ર
શક સંવત ૮૩ર વૈશાખ પૂર્ણિમા (ઈ. સ. ૯૧૦–૧૧) આ દાનપત્ર ગુજરાતમાં કપડવણજ મુકામે પ્રાપ્ત થયું હતું. લેખ થોડા ઉચાં વાળેલા કાંઠાવાળાં ત્રણ તામ્રપત્રો પર કરેલો છે. દરેક પતરાંનું માપ આશરે ૧૧૪૮”નું છે.
બીજાં જાણવામાં આવેલાં દાનપત્રોની મુદ્રામાં શિવની આકૃતિ હોય છે, પણ આ દાનપત્રની મુદ્રા ઉપર ગરૂડની આકૃતિ છે; તેથી કૃષ્ણ ૨ જે શૈવ ન હોતે, પણ વૈષ્ણવ હતા, એવું અનુમાન થઈ શકે છે.
પ્રારંભમાં અન્ય રાષ્ટ્રકૂટ દાનપત્રોને મળતી ટૂંકી વંશાવલિ આપી છે, તે નીચે પ્રમાણે –
કૃષ્ણરાજ ૧ લે અથવા શુભતુંગ
ધ્રુવરાજ અથવા નિરુપમ ગેવિન્દરાજ, ૩ જે.
મહારાજ ષડ
શુભતુંગ અથવા અકાલવર્ષ, અથત કૃષ્ણ ૨ જે ધ્રુવરાજને બીજા પુત્રો હતા, છતાં એણે ગાદી ગોવિન્દરાજ ( ૩ જા)ને આપી, કારણ કે તે ગુણ હવે, એવું પ્લે. ૭મામાં કહ્યું છે. અન્ય દાનપત્રમાં ગોવિંદના એક જ હાના ભાઈનું, ૩ જા ઈન્દ્રનું, નામ ઉપલબ્ધ છે. એ ઈન્ટે રાષ્ટ્રકુટની ગુજરાત શાખા સ્થાપી. આ દાનપત્રમાં મહારાજ ષડ કહો છે તે અન્ય દાનપત્રોમાં મહારાજ શર્વ ઉર્ફે અમોઘવર્ષે જ છે, બીજે કેાઈ નહીં. એણે શત્રુઓને હરાવીને રાજ્ય પાછું મેળવ્યું એવી હકીકત આ દાનપત્રમાં આવી છે. અન્ય દાનપત્રોથી જણાય છે કે એ શત્રુઓ એના કુટુંબીઓ જ હતા, ઘણે ભાગે ૪ થે ગોવિંદ જ હશે જેને મહારાજ શર્વે પિતાના પિત્રાઈ ગુજરાતના ૨ જા કર્કની મદદ લઈને જિત્યે હતે.
ત્યાર પછી રાજા કૃષ્ણના મહાસામન્ત પ્રચંડની વંશાવલિ આપેલી છે.
જે ૭૫૦ ગામોમાંનું એક વ્યાધ્રાસ ગામનું દાન અપાયેલું જણાવ્યું છે, તે ૭૫૦ ગામે શ્લોક ૨૦ માં રાજાનાં પોતાનાં કહેલાં છે, પણ આગળના ગદ્યભાગમાં કહ્યું છે કે એ ગામે માં કઈ ચન્દ્રગુપ્ત મહાસામત પ્રચંડ દંડનાયક હતો. માટે કદાચ એ ગામે પ્રચંડને ૨ જા કૃષ્ણ જાગીરમાં આપ્યાં હશે કદાચ પ્રચંડના પિતા ધવલપને એના પરાક્રમની કદર તરીકે આપ્યાં હશે.
- એ, ઈ. વિ. ૧ ૫. પર ઈ. હ૯શ ૧ લો ૧, ૩, ૪, ૮ ધ્રુવ ત્રીજના દાનપત્રના થાક 1, 12, 13, ૧૮ ને મળતા છે-ઈ. એ. જે. ૧૨ પા. ૧૭૯ ૨ જાઓ ઈ. એ, , ૧૪ પી. ૧૯૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com