________________
નં. ૧૪૫ માંગરોળમાંની સેકડી વાવમાંને શિલાલેખ
વિ. સં. ૧૨૦૨ આશ્વિન વદિ ૧૩
કાઠિયાવાડમાં પ્રાચીન શહેર પૈકીના એક માંગરોળ નામે ગામમાં ગાદિ દરવાજેથી પેસતાં ડાબી બાજુની શેરીમાં એક વાવ છે. તે વાવમાં ઉતરતાં જમણી બાજુની દિવાલમાં ચણી લીધેલા એક પત્થર ઉપર આ શિલાલેખ છે. પત્થર સખ્ત કાળે છે અને તે સુરક્ષિત છે. તેનું માપ ૧૮ ઇંચ ૪૧૫ ઇચ છે અને તેમાં ૨૪ પંક્તિમાં દેવનાગરી લિપિમાં àકે લખેલા છે.
તેમાં લખેલ છે કે અણહિલપુરમાં કુમારપાળ રાજ્ય કરતે હતા ત્યારે શ્રી સહારને પૌત્ર અને સહજીગને પુત્ર ગોહિલ મુલક નામે રાજા રાજ્ય કરતું હતું. તેણે પોતાના બાપની યાદગીરિમાં સહજીગેશ્વર નામનું દેવળ બંધાવ્યું અને જકાતમાંથી કેટલીક ઉપજ તેને અર્પણ કરી. ચારવાડના મહાજને પણ દેગુઆ નામની વાવ મંદિરના ઉપગ માટે આપી. ચારવાડથી વિસણવેલિ ગામ જતાં રસ્તા ઉપર આ વાવ છે.
તેમાં વિ. સં. ૧૨૦૨ સિહ સં. ૩૨ આપેલ છે.
૧ ભ, મા. સ. ઈ. ૫, ૧૫૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com