________________
१२४
गुजरातना ऐतिहासिक लेख
ચાલુકયા રૂપી ભાગ આપી યમરાજાને તૃપ્ત કર્યાનું લખ્યું છે, શ્લાક ૧૩ માં જણાવેલ છે કે ચાલુકયાએ સ્તમ્ભપુર ઉજ્જડ કર્યું હતું. આ સ્તમ્ભપુર તે તામ્રલિમ અને મીહનાપુર પ્રગણાના તમણૂક તાલુકાનું મુખ્ય શહેર છે.
શ્લાક. ૧૪–૧૫—ચાલુકય વંશના ઘાતક ધૂમકેતુ સમાન શ્રીવલ્લભ( અમેાઘવર્ષ ૧ )થી કૃષ્ણરાજ ( ખીજે ) ઉત્પન્ન થયેા. તેની ગુર્જર સાથેની લડાઈએ વૃદ્ધ પુરૂષાને હજી તાજી યાદ છે. મે' બતાવ્યું છે કે ગુર્જર કે જેની સાથે રાષ્ટ્રકૂટ હમેશાં લડયાં કરતા તે ઉત્તર હિંદુસ્તાનમાં રાજ્ય કરતા હતા અને તેની રાજધાની મહેાય અગર કનેાજમાં હતી. જે ગુર્જર રાજાને કૃષ્ણ રાજ ખીજાએ ( ઇ. સ. ૮૮૮—૯૧૧) હરાયેા તે મહેન્દ્રપાલ ( ઇ. સ. ૮૯૯—૯૦ ) કવિરાજશેખરના આશ્રય દાતા હૈાવા જોઈએ.
શ્લાક ૧૬—કૃષ્ણ રાજ બીજાને જગત્તુંગ નામે પુત્ર હતા, જે (શ્લેક ૧૭–૧૯) હૈય એટલે કે કલચુરી વંશના કાકાના દીકરા રવિગ્રહની દીકરી લક્ષ્મીને પરણ્યા હતા. રવિગ્રહને આંહી ચેન્નીશ્વર કહ્યો છે અને તેજ ધ્વનિ જલણુની સૂક્તિમુક્તાવલિમાં જોવામાં આવે છે. ડા. ભાંડારકરે કૃષ્ણ ૩ જાનાં કરહાડનાં તામ્રપત્ર ઉપરના પેાતાના નિબંધમાં આનું સૂચન કર્યું છે. તેમાં લખ્યું છે કે નદીએમાં નર્મદા, રાજાએમાં રણવિગ્રહ અને કવિએમાં સૂરાન દ ચેદીનાં આભૂષણ રૂપ હતાં. ચેઢીના કલચૂરી રાજાએના નામમાં રણવિગ્રહનું નામ લેવામાં આવતું નથી. રતનપુરના લેખમાં આપેલ છે કે કેાલને આઠ દીકરા હતા. જેમાંના મોટા ત્રિપુરીના રાજા હતા અને ખીજાએ મણ્ડલાના રાજા હતા. આમાં જો શ્રદ્ધા રાખીએ તેા રણવિગ્રહ ત્રિપુરીના એટલે કે ચેઢીના રાજા હતેા તેથી કેાલના મેાટા દીકરા હાવા જોઇએ. પણ મના રસના તામ્રપત્રમાં આપેલ છે કે કાલ્લુ પછી તેના દીકરા મુખ્યતંગ પ્રસિદ્ધ વલ્લભ ગાદીએ આણ્યે. તેથી એમ અનુમાન થાય કે રણવિગ્રહ અને મુગ્ધતુંગ પ્રસિદ્ધવવભ એ એ એક જ
રાજ હતા.
જગત્તુગના લક્ષ્મી સાથેના લગ્નથી ઇન્દ્રરાજ ત્રીજો ઉત્પન્ન થયા. તેનાં બિરૂદા રત્તકંદર્પદેવ અને શ્રીકીર્ત્તિનારાયણ મ્લાક ૨૦ અને ૨૧ માં આપેલ છે. શ્લોક ૨૨ માં દ્વિઅર્થી રચના છે તેની ઐતિહાસિક સંકલના જરા મુશ્કેલ છે. તેમાં ઉપેન્દ્રને ઇન્દ્રરાજે હરાજ્યે તે ભાવ છે, પણ તે ઉપેન્દ્ર કાણુ હતા અને તે બન્ને રાજાઓને લગાડેલા કૃતગેાવર્ધાદ્વાર અને હેલેાજ્ન્મલિત મેરૂને કેમ ઘટાવવાં તે સમજાતું નથી. પ્રથમ મારી એવી સમજ હતી કે ઉપેન્દ્ર તે મહેાદયના પ્રતિહાર વંશના મહીપાલ હતા અને તેને જ પાલવંશનાં ભાગલપુરનાં તામ્રપત્રોમાં ચક્રાયુધ કહ્યો છે. પણ મેં ઉપર બતાવ્યું છે કે ધર્મપાલ અને ચક્રાયુદ્ધ રાષ્ટ્રકૂટ ગોવિંદ ૩ જાના સમકાલીન હતા. તેથી ચકાયુધ અને મહીપાલ એક એમ કહી શકાય નહીં. કારણ મહીપાલ ગોવિંદ ૩ જાના દીકરાના પ્રપૌત્ર ઈંન્દ્ર ત્રીજાનેા સમકાલીન હતા. પંડિત ભગવાનલાલ ઉપરનાં બિરૂદમાંના મેને અર્થ મેર અથવા મેહર કરે છે અને કાઠિયાવાડના ફ્રાઈ મેહર રાજાની જિતનું સૂચન છે, એમ માને છે. પ્રેા. કીહાનેં મેરૂ તે કદાચ મહાય હાય અને સાંગલીના વામ્રપત્રામાં લખેલી ઈન્દ્રત્રીજાની કનેાજની જિતનું સૂચન માને છે. બીજાં બિરૂદના અર્થ હજી સમજાયા નથી, કદાચ ખીજાં કાઇ તામ્રપત્રો હવે પછી મળે તેનાથી ભવિષ્યમાં ખુલાસે થાય.
શ્રીમાન્ નિત્ય નરેન્દ્રદેવ અટલે કે ઇન્દ્રરાજ ત્રીજાને શ્રીમદ્ અકાલવ દેવ એટલે કે તેના દાદા કૃષ્ણ બીજાના ચરણનું ધ્યાન કરતા એમ લખ્યું છે, તેથી એમ સમજાય છે કે ઇન્દ્રરાજ
૧ એ. ઈ. વા. ૪ પા, ૨૮૦ ૨ એ. ઈ. વેા. ૧ પા. ૩૩ ૩ એ. ઈ. વેા. ૨ પા. ૩૦૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com