________________
૧૨૩
इंद्रराज ३ जानां बे दानपत्री ગોત્રના વાજી માધ્યન્દિન શાખાના બ્રાહ્મણ શ્રી વેજપ ભટ્ટના દીકરા સિદ્ધપ ભટ્ટને કહ્યું. અને પહેલા તામ્રપત્રમાં લખ્યા મુજબ તેજ ગેત્રના અને શાખાના બ્રાહ્મણ રાણુપ ભટ્ટના દીકરા પ્રભાકર ભટ્ટને ઉસ્વરા અથવા ઉમ્બરા ગામ દાનમાં આપ્યું હતું.
દાન શ. સ. ૮૩૨ યુવ સંવત્સરના ફાગુન સુદ સાતમ, તા. ર૪ મી ફેબ્રુઆરી ૯૧૫ ઈ. સ. ના રોજ અપાયાં હતાં.
બીજાં બધાં રાષ્ટ્રકૂટ તામ્રપત્રોની માફક આમાં પણ શરૂવાતમાં વિષ્ણુ તથા શિવની સ્તુતિ છે અને પછી બીજા સ્લેકમાં કૃષ્ણની સ્તુતિ છે. ત્યાર પછીના શ્લોકમાં દાન દેનાર ઈન્દ્રરાજ દેવ ત્રીજાને વિષ્ણુની સાથે સરખાવ્યું છે. બ્લેક ૪ થામાં વિષ્ણુના નાભિકમળમાંથી બ્રહ્માની ઉત્પત્તિ, તેનાથી અત્રિ, અત્રિથી ચંદ્ર અને ચંદ્રમાંથી યદુવંશની ઉત્પત્તિ બતાવી છે. યદુવંશની સાત્યકિ શાખામાં દન્તિદુર્ગ જમ્યો હતો અને તેને ચાલુકય વંશની રાજ્ય લક્ષમી આપોઆપ જઈને વરી હતી. આ ઉપરથી સમજાય છે કે ચાલુક્ય વંશને હરાવીને દક્વિદુર્ગ રાષ્ટ્રકૂટ વંશની ઉન્નતિ કરી. શ્લેક છઠામાં લખેલ છે તે મુજબ દક્તિદુર્ગે પ્રથમ દક્ષિણ દેશ સર કર્યોપછી મધ્ય દેશમાં આવ્યું અને છેવટે કાંચી જિતી લીધું. ઇલોરાની દશાવતાર ગુફામાંના લેખમાં આપેલ છે કે દતિદુર્ગે કાંચી. કાલિંગ, કેશલ, શ્રીશૈલ, માલવ, લાટ રંક વિગેરે પ્રદેશ જિત્યા. આ લેખમાં આપેલ છે તે મુજબ પ્રથમ દન્તિદુર્ગ દક્ષિણમાં શ્રીશૈલ કલગ વિગેરે જિત્યાં, પછી મધ્ય ભાગમાં કેશલ, માલવા, લાટ વિગેરે જિત્યાં અને છેવટે પાછો દક્ષિણમાં આવ્યો અને કાંચીપતિને હરાવ્યું.
ક. ૮– દતિદુર્ગ પછી તેને કાકે કૃષ્ણરાજ ૧ લો ગાદીએ આવ્યું. શ્લોક –તેના દીકરા નિરૂપમ(પ્રવ)નું વર્ણન છે, પણ તેના મોટા ભાઈ ગોવિંદ બીજાનું વર્ણન નથી. કદાચ દાન દેનાર રાજાની સીધી વંશાવળી જ આપવાને આશય હાય અને ગોવિંદ બીજાનું વર્ણન નથી, જ્યારે દન્તિદુર્ગ વંશનો સ્થાપક હતું તેથી તેનું વર્ણન આપેલ છે. પરંતુ તેનો અર્થ એમ ન કરાય કે ગોવિંદ બીજે ગાદીએ આવ્યો જ નહોતે.
ગોવિંદ ૨ જાના ભત્રીજા અને ભાયાત સુવર્ણવર્ષ કર્કના ધુળીઆના તામ્રપત્રમાં શ. હ૦૧માં ગોવિંદ રાજ્ય કરતો હતો એમ સ્પષ્ટ ઉલ્લેખ છે. બ્લેક ૧૦ કેશલના રાજા પાસેથી તેમ જ બીજા ઉત્તરના રાજા તરફથી સફેદ છત્ર નિરૂપમ ધ્રુવને મળ્યાનું લખેલ છે. ઉત્તર તરફનો રાજા કાં તે જૈન હરિવંશમાં આપેલ ઈન્દ્રાયુધ હોય અગર પાલના ધર્મપાલને અને રષ્ટ્રકૂટ ગોવિંદ ૩ જા ને સમકાલીન કનોજને રાજા ચકાયુઘ હોય એમ સંભવે છે. શ્લોક ૧૧–નિરૂપમ ધ્રુવથી જગતુંગ (ગોવિંદ ૩ ) અને તેનાથી શ્રીવલ્લભ (અમોઘવર્ષ ૧ લે) ઉત્પન્ન થયાનું વર્ણન છે. શ્લોક ૧૨–અમેઘવર્ષે ચાલક રૂપી ઉદધિમાં ડૂબી ગયેલી રત્નની કીર્તિને ઉતારી અને વીરનારાયણનું બિરૂદ ગ્રહણ કર્યું. આ ઉપરથી એમ સમજાય છે કે અમેઘવર્ષના રાજયની શરૂવાતમાં વેગીના ચાલકોએ રાષ્ટ્રકૂટની સત્તાને હચમચાવી નાંખી હશે. અમેઘવર્ષને સમકાલીન ચાલુકય રાજા નરેન્દ્રમૃગરાજ વિજ્યાદિત્ય ૨ જે હતો અને તેણે ગાંગ અને રત્તનાં લશ્કર સાથે બાર વર્ષ સુધી રાત અને દિવસ યુદ્ધ કર્યાનું પૂર્વ તરફના ચાલુકયના લેખમાં આપેલ છે. ક ૧૩ માં આનું વેર અમેઘવર્ષ લીધાનું અને ચાલકોને જડમૂળથી ઉખેડી નાંખ્યાનું લખેલ છે. આ હકીકત ખંભાત અને સાંગલીનાં તામ્રપત્રોથીર પૂરવાર થાય છે કારણ કે તેમ
૧ ઇ. એ. . ૨૦ પા. ૧૦૦ ૨ એ. ઈ. વ. ૭ પા. ૪૩; ઈ. એ. વો.૧૨ ૫.૨૫૨
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat