________________
કર
गुजरातना ऐतिहासिक लेख સમયે અમેઘવર્ષ ગાદીએ હતે. એટલે, હું ધારું છું કે અમેઘવર્ષ, ગત શક સંવત ૭૩૪ અને ૭૩૮ વચ્ચેના કોઈ પણ વર્ષમાં ગાદીએ આ હશે, આ અનુમાન સિરૂરના લેખને મળતું આવે છે. તેના ઉપરથી જણાય છે કે શક સંવત ૭૩૬ (ગત) અમેઘવર્ષના રાજ્યનું પહેલું વર્ષ હતું.
હરિવંશ” નામની એક પ્રખ્યાત જૈન કૃતિના લેખકે કહ્યું છે કે તેણે તે કૃતિ શક સંવત ૭૦૫, જ્યારે કૃષ્ણને પુત્ર શ્રીવલ્લભ દક્ષિણમાં અને ઇન્દ્રાયુદ્ધ ઉત્તરમાં રાજ્ય કરતો હતો ત્યારે સંપૂર્ણ કરી હતી. પિઠણું તથા ગુજરાત રાષ્ટ્રકૂટનાં દાનપત્રમાં ગોવિંદ ૨ ને વલ્લભ નામ આપ્યું છે, અને ગોવિંદ ૨ ને કણને એક પુત્ર હતા. તેથી ઉપર કહેલે શ્રીવલ્લભ તે જ છે એ ચોકકસ થાય છે. એક વિદ્વાનને એ મત છે કે ગોવિંદ ૨ જાએ રાજ્ય કર્યું જ નહોતું, કારણ કે વાણી અને રાધનપુરના લેખમાં કહ્યું છે કે, પ્રવ નિરૂપમે તેના વડિલ બંધુને ઉલંધીને રાજ્ય મેળવ્યું હતું, તથા તે પછીના કેટલાક લેખમાં એનું નામ પણ આપ્યું નથી. એટલે પ્લેકમાં આવતું વાકય “ ” તે ઈન્દ્રાયુદ્ધ સાથે જોડે છે અને માને છે કે શ્રીવલભ ગોવિંદ ૩ જાને કહે છે. હવે વાણી અને રાધનપુરના લેનાં વાક્ય “છોણા”ને અર્થ ઉપર કર્યો છે તેમ વડિલ બંધુને ઓળંગી ગયે એ ખાસ નથી થતો. પણ એ ફક્ત એમ બતાવે છે કે ગોવિંદ ૨ જાને તેના ભાઈ ધ્રુવે પદભ્રષ્ટ કર્યો હવે જોઈએ. દેવલી અને કરાડનાં પતરાં જેમાં રાજ્ય ભેગવ્યા સિવાય ગુજરી ગયેલા કંવરોનાં નામ આપ્યાં છે, તેમાં કહ્યું છે કે ગો ૨ જાએ પિતાની વિષયી ટેવને લીધે ધ્રુવને ગાદી પચાવી પાડવા દીધી, એ બતાવે છે કે તેણે રાજ્ય તે કર્યું જ હતું. વળી રટ્ટરાજનું ખારે પાટણનું દાનપત્ર રાજ્ય કરી ગયેલા રાષ્ટ્રકૂટાની નોંધમાં ગેવિંદ ૨ જાનું નામ બતાવે છે. છેવટે એ પણું નોંધવા યુગ્ય છે કે આ દાનપત્રમાં એક લેકમાં ગોવિંદ ૨ જાના રાજ્ય છત્ર વિષે પણ કહ્યું છે.
આ શ્લોક ગેહદ બીજના ભત્રિજ ગોવિંદ ૩ જાના પૈઠણના દાનપત્રમાં પણ આવે છે. અને આ પઠણનું દાનપત્ર ગેદ ૨ જાના મૃત્યુ પછી તરતમાં જ જાહેર થએલું હોવાથી એણે રાજ્ય કર્યું હતું, એ વાત નિર્વિવાદ સાબિત કરે છે.
- આ દાનપત્રને દતક ભટ્ટ શ્રી દેણ હતું, તે દક્ષિણને જણાય છે. અને દાનપત્રને લેખક સંધિવિગ્રહને મંત્રિ નેમાદિત્ય, કદાચ આજ રાજાના વડેદરાના દાનપત્રને લેખક હતો. રાજાના દત દક્ષિણ હિન્દની લિપિમાં કોતરેલા છે. આ રાજાનાં તેમજ તેના પુત્ર ધ્રુવનાં વડાદરાનાં દાનપત્રોમાં પણ એ જ પ્રમાણે દક્ત કોતરેલા છે. તે એમ બતાવે છે કે ગુજરાતના રાખફટે પિતાના સ્વદેશની પ્રચલિત લિપિને ઉપયોગ કરતા હતા.
દાનમાં સમીપદ્રક અને સબંધી નામનાં બે ગામે આપ્યાં છે. તેમાંનું પહેલું મહી અને નર્મદા વચ્ચેના પ્રદેશમાં આવ્યું હતું અને બીજું મંકણિકા ડિસ્ટ્રિકટમાં આવ્યું હતું. સમીપકને અપભ્રંશ “સ–ઈ– ઉદ્ર ” અને તેમાંથી “સ-ઉન-દર ”- થયો હો જોઈએ. આસમાસનાં ગામડાંઓથી નક્કી કરેલા સમીપકના સ્થળે “ સેંદન” નામનું એક ગામ છે. તેથી તે જ સમીપક છે, એ ચોકકસ થાય છે. આસપાસનાં ગામોમાં રૃદક હાલનું ચેરંદ, ભર્યાણુક એ ભર્યાન અને ધાહ હાલનું ધાવત છે. એ સિવાય સડક હાલ સજોડ કહેવાય છે. અને માંડવા એ હાલના કાણામડપનું ટૂંકું રૂપ હાય. આમાનાં પહેલાં ચાર ગામે ગાયકવાડની હદમાં ભરૂચ જીલા નજીકમાં છે, અને છેલ્લાં બે એ જ જીલ્લાના અંકલેશ્વર તાલુકામાં છે.
૧ જુએ ઈ. એ. . ૧૨ પા. ૨૧૮ ૨ ઈ. એ, , ૧૫ પા. ૧૪૨ ૩ જુએ. ‘ડીનેસ્ટીઝ ઓ. કા. ડિસ્પેકટ પા, ૧૭, ૧૮, ૧૧૯ ૪ ઈ. એ. વ. ૬ પા. ૬૫ વ. ૧૧, ૫, ૧૫૭ ૫ જ. છે. બ્રા. ર, એ. સે વો . ૧૮ પ. ૨૪૬ એ, ઈ. વો. ૪ પા. ૨૮૨ ૬ એ. ઈ. વો. ૩ પા. ૨૯૮ ૭ આ બા મને પહેલાં ડે. હલના ધ્યાન પર આવી હતી. જીએ ઈ. એ. વો. ૧૪, ૫, ૨૧ નોટ ૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com