________________
નં૦ ૧૨૮
ગુજરાતના રાષ્ટ્રકૂટ રાજા દન્તિવર્માનાં તામ્રપત્ર*
શક સંવત્ ૭૮૯ પૌષ વિક્ર ૯
"
આ લેખ ગુજરાત શાખાના રાષ્ટ્રક્ટ વંશના દન્તિવર્મન્ અથવા ૫૬ પછીની પંકિતમાં વર્ણવ્યા પ્રમાણે “ અપરિમિતવર્ષના બિરૂદવાળા, મહાસામન્તાને અધિપતિ, પંચ મહાશબ્દ પ્રાપ્ત કરનાર તલપ્રારિ શ્રી દન્તિવર્મદેવના છે. લેખના આરંભ,—પ્રથમથી જ દાન બુદ્ધ પંથનું છે એમ સૂચવનાર,—, , તમેા બુદ્ધાય, એ નમનથી થાય છે. પછી તે વિષ્ણુ અને શિવની રક્ષાની આરાધના કરનાર ( અન્ય રાષ્ટ્રક્ટ દાનપત્રોમાંથી સારી રીતે જાણીતા) એક લૈક આપે છે. પછી પંક્તિ ૪૯ માં વરાજ ૨ જાના અણુમ્રાનાં પતરાંની માફ્ક ( ચેડા નજીવા ફેરફાર સહિત ) તેને તે જ શ્લેાકેામાં દન્તિવર્મનની વંશાવળી આપે છે. પછી આ દાનપત્રને વિશેષતાવાળા અને દન્તિવર્મન ધ્રુવરાજ ૨જા ના અનુજ હતા એમ કહેતા ત્રણ શ્લાકા પતિ. ૪-પરમાં આવે છે. આ પછી જીવિતના અસાર સ ંબધી એક ખીજો જાણીતા લેાક છે. દાનપત્રના ચાક્કસ આશય ૫ક્તિ ૫૩-૬૭ માં ગદ્યમાં આપેલે છે. દન્તિવર્મન સમસ્ત રાષ્ટ્રપતિ, વિષયતિ, ગ્રામ, નિયુક્ત, આધિકારિક, વાસાપક, મહત્તર આદિને જાહેર કરે છે કે—શક સંવત ૭૮૯ પૌષ વદ ૯ ( શબ્દમાં અને સખ્યામાં ) ને ઉત્તરાયણના મહેાત્સવે, મહાન પૂરાવી નદીમાં સ્નાન કરીને, કાસ્પિયના તીર્થમાં વિહારને, સર્વાં તૈલાટના નામ ઉપરથી કહેવાતાં ૪૨( ગામ )માં અને વાયબ્ય કાણુમાં આવેલું ચાટ ગામ, શ્રી આર્યસવ. ના શિષ્યાના પરંપરાના ઉપલેાગ માટે, ગધ પુષ્પ, ધૂપ, દીપ, લેપ અને મંદિરના ખંડિત ભાગ નવા કરવા માટે તેણે આપ્યું છે. દાન દેવાએલા ગામની સીમાઃ—પૂર્વે-૪( •તે )લંક ગામઃ દક્ષિણે—અપસુન્દર ગામઃ પશ્ચિમે—કાલૂપલ્લિકા ગામ અને ઉત્તરે-મન્દાકિની( ગંગા ) નદી. પક્તિ ૬૭–૭ર ભાવિ નૃપેને આ દાનને અનુમતિ માટે પ્રાર્થના અને તે હરી લેનારને દેવી દંડની ભીતિના સમાવેશ કરે છે. પ`ક્તિ ૭૩-૮૦ આશીર્વાદ્ય અને શાપ આપનાર સાત ચાલુ ફ્લેક ટાંકે છે. અને ( પક્તિ ૮૦ થી ) લેખ પછી આમ સમાપ્તિ કરે છેઃ—“ આ( દાનપત્ર )ના દૂતક મહામાત્ય શ્રી કૃષ્ણભટ્ટ છે, અને આ રાણુપ્પના પુત્ર સેન ભેગિક ગોલથી લખાયું છે. ( આ ) શ્રી અકાલવ દેવના પુત્ર શ્રી દન્તિવર્મનના મત છે. તથા ( આ )મ્હારા શ્રીમદ્ અકાલ વર્ષના પુત્ર શ્રી ધ્રુવરાજ દેવના મત છે.”
• એ. ઈ. વે. ૬ ૫ા. ૨૮૫ ડી. આર ભાંડારકર ૩૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com