________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
૧
હેવું જોઈએ. સીદાઘટીય? અગર સિદ્ધાંતકીય ગચ્છની ઉત્પત્તિ ગુજરાતમાં થયેલી છે. પલ્લીપગચ્છની ઉત્પત્તિ પલીયડ ગામથી થઈ છે. માણસ પાસે હાલ પલિયડ ગામ છે તેમાં એક દેહરાસર છે. પલિયડ ગામના મૂળનાયકજીને હાલ માણસામાં મૂળનાયક તરીકે સ્થાપના કર્યા છે. તેથી પલિયડગામ પ્રાચીન છે, ને પ્રભાવક ચરીત્રમાં પણ પલિયડગામ આવે છે અગર કઈ બીજું પણ પલિયડગામ હાય, ને ત્યાંથી પલ્લીગછની ઉત્પત્તિ થઈ હોય તેમ પણ સંભવે છે. આબુજી પાસે કોલીવાલ ગામ છે. ત્યાં ઉત્પન્ન થયેલા આચાર્યને નામે કોલીવાલગચ્છની ઉત્પત્તિ થયેલી જણાય છે.
રાસોમાં તથા ચરિત્રામાં ને પ્રતિમાના લેખ પર પણ કોલીવાલ ગચ્છનું નામ આવે છે. ગુજરાતમાં આવેલા હારીજ ગામમાં હારીજ ગચ્છની ઉ
ત્પત્તિ સંભવે છે. સં. ૧૭૩ ના ફાગણ સુદ પૂર્ણિ માને દીવસે વઢીયાર દેશમાં શ્રી સંખેશ્વરજીની જાત્રા
For Private and Personal Use Only